સતત વધતા કોરોનાના કેસ અંગે WHOએ કહ્યું- ‘ખરાબ સમય આવવાનો બાકી’
સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

દુનિયામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો આવી રહ્યો છે. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે, આખરે આ મહામારી ક્યારે પીછો છોડશે? જોકે આ સવાલના જવાબ WHOઓ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે મોટો ઝાટકો આપે તેવું છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.
વધતા કેસ અંગે WHOએ શું કહ્યું?
Media briefing on #COVID19 with @DrTedros https://t.co/cOhlLvleea
— World Health Organization (WHO) (@WHO) June 29, 2020
આ સવાલના જવાબમાં WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન) દ્વારા જે વાત કરવામાં આવી છે તે ચોંકાવનારી છે. WHOએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય હજુ નથી આવ્યો. હજુ કોરોના વાયરસનું સંક્રમણ ટોચ પર પહોંચવાનું બાકી છે. WHOના ચીફ ડૉ. ટેડ્રોસ ગેબ્રિયેસે કહ્યું કે, કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે. તેમણે કહ્યું, અમને આ કહેતા દુઃખ થઈ રહ્યું છે.
કેસ ઘટ્યા હોય ત્યાં પણ ચિંતાનો વિષય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખે કહ્યું, “આપણે કોરોના વાયરસને હરાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે, જો દરેક દેશ પોતાને અલગ કરી લેશે તો બહુ ખરાબ થશે.” તેમણે કહ્યું કે, જે-જે દેશ પોતાની અર્થવ્યવસ્થાને ખોલી રહ્યા છે, ત્યાં ફરી કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ભલે જ કેટલાક દેશોમાં આ સમયે કોરોના વાયરસની ઝડપ ઓછી હોય, પણ વૈશ્વિક સ્થિતિમાં તેની અસર વધી ગઈ છે.
દરરોજ નોંધાતા કેસમાં આવી રહ્યો છે ઉછાળો

પહેલા દુનિયામાં દરરોજ કોરોના વાયરસના 80,000-1,00,000 કેસ નોંધાતા હતા જોકે, પાછલા કેટલાક દિવસોમાં રોડ દોઢ લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે.દુનિયામાં આ સમયે અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ છે. અમેરિકા અને બ્રાઝીલમાં સરેરાશ 30,000 કેસ સામે આવી રહ્યા છે, જ્યારે ભારતમાં રોજના 18,000ની આસપાસ કેસ સામે આવે છે.
અમેરિકા સૌથી ટોચ પર

હાલ દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1.04 કરોડની નજીક પહોંચી છે, જ્યારે 5.08 લોકોના મોત થઈ ગયા છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારત આ સમયે સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અમેરિકામાં જ કોરોના વાયરસના કારણે 1.25 લાખ લોકોએ જીવ ગુમાવી દીધો છે.
Comments
Post a Comment