કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

લખનૌ: ઉત્તરપ્રદેશના કાનપુરમાં બદમાશોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા અને સ્ટેશન પ્રભારી સહિત 8 પોલીસ જવાન શહીદ થયા હતા. પોલીસની આ ટીમ હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા ગઈ હતી. બનાવની જાણ થતાં એસએસપી અને આઈજી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફોરેન્સિક ટીમે પણ અહીં તપાસ શરૂ કરી દીધી છે.


ડીજીપીએ કહ્યું કે, ‘ગુનેગારને પકડવા ગયેલી પોલીસને રોકવા માટે બદમાશોએ પહેલાથી જેસીબી મૂકીને રસ્તો રોકી રાખ્યો હતો. પોલીસની ટીમ આવતાની સાથે જ બદમાશોએ ધાબા પરથી પોલીસની ટીમમાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. જેમાં એક ડેપ્યુટી એસપી દેવેન્દ્ર મિશ્રા, 3 સબ ઇન્સપેક્ટરનો સમાવેશ થાય છે. શહીદ જવાનોમાં એક એસઓ અને 4 કોન્સ્ટેબલ પણ સામેલ છે. બનાવની જાણ થતા એસએસપી અને આઈજી ઘટનાસ્થળ પર છે. કાનપુરની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.



વિસ્તારના ડી.એમ.એ જણાવ્યું હતું કે આ પોલીસ ટીમમાં એક સીઓ, એક એસઓ, 2 એસઆઈ અને 4 જવાનો શહીદ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ડીજીપી એચ.સી. અવસ્થીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે, તેમણે આ ઘટનાનો રિપોર્ટ પણ માંગ્યો છે.




પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા બદમાશ
પોલીસની ટીમ જ્યારે હિસ્ટ્રી શીટરને પકડવા માટે અહીં પહોંચી ત્યારે દુબેની ગેંગના લોકો પહેલેથી જ પોલીસની રાહ જોઈ રહ્યા હતા. પોલીસ કાર્યવાહી કરે તે પહેલા ગુનેગારોએ તેમના પર ગોળીબાર શરુ કર્યો હતો. દુબેની ગેંગે પોલીસને ચારેયા બાજુથી ઘેરી લીધી હતી. પોલીસને આવા હુમલાની અપેક્ષા નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ દુબે અહીંથી ફરાર થઈ ગયો છે. પોલીસે તેને પકડવા માટે રાજ્યની તમામ સરહદો સીલ કરી દીધી છે.

Comments

Popular posts from this blog

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...