ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે ચહેરો મળતો હતો, સિંગરનું TikTok એકાઉન્ટ કંપનીએ કરી દીધું બંધ

ચીનમાં પણ બેન થયું આ સિંગરનું ટિકટોક એકાઉન્ટ



ચીનમાં જો તમારો ચહેરો રાષ્ટ્રપ્રમુખ સાથે મળતો આવે છો તો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકો. આવું જ બન્યું છે ચીનના જાણીતા ઓપેરા સિંગ સાથે. ઓપેરા સિંગરનો ચહેરો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મળતો આવતો છે. એટલા માટે તેમના પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


સિંગર લિઉ કેકિંગનો ચહેરો ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મળતો આવે છે



ચીનના જાણીતા ઓપેરા સિંગર લિઉ કેકિંગનો ચહેરો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મળતો આવે છે. તેમને એવું કહેવામાં આવ્યું છે કે તેઓ રાષ્ટ્રપ્રમુખ જેવા ચહેરાનો ફાયદો ઉઠાવે છે એટલા માટે તેમના પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.


ચીનના આવા નિર્ણયની અનેક વખક ટિકા થઈ



63 વર્ષીય લિઉને ટિકટોક વિડીયો પણ બનાવવા માટે ના પાડવામાં આવી છે. ચીનને ઘણી વખત પોતાના રાષ્ટ્રપ્રમુખની પ્રતિષ્ઠા બચાવવા માટે કરેલા નિર્ણયોની ટિકા થઈ છે. પરંતુ ચીનની સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી.


કંપનીને વારંવાર રજૂઆત કરી તેમ છતાં નથી મળતો કોઈ જવાબ



લિઉ કેકિંગ બર્લિનમાં રહે છે. તેઓ ટિકટોક પર છેલ્લા ઘણા સમયથી વિડીયો બનાવે છે. જેમાં તેઓ ઓપેરા ગાતા જોવા મળે છે. ટિક-ટોક પર તેમના 41 હજાર ફોલોઅર્સ છે. તેમનું એકાઉન્ટ Douying છેલ્લા વર્ષમાં અનેક વખત બંધ કરવામાં આવ્યું છે. આ અંગે કંપનીને ઘણી વખત મારી ઓળખાણ આપી છે. હવે હું રાહ જોઈ રહ્યો છું કે તેઓ ફરી ક્યારે મારું એકાઉન્ટ શરૂ કરે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...