આ તારીખે ‘શકુંતલા દેવી’નું OTT પર ગ્લોબલ પ્રીમિયર, વિદ્યા બાલને શેર કર્યો વિડીયો
31 જુલાઈએ ‘શકુંતલા દેવી’નું ગ્લોબલ પ્રીમિયર

વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર 31 જુલાઈ 2020ના રોજ રિલીઝ થશે. એમેઝોને ફિલ્મના ગ્લોબલ પ્રીમિયરનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે.
યૂનિક અંદાજમાં કરી ઘોષણા
Experience the story of an extraordinary mind! #ShakuntalaDeviOnPrime premieres July 31, on @PrimeVideoIN @sanyamalhotra07 @TheAmitSadh @jisshusengupta @anumenon1805@sonypicsprodns @vikramix @Abundantia_Ent@ShikhaaSharma03 pic.twitter.com/kdi6os0gop
— vidya balan (@vidya_balan) July 2, 2020
વિદ્યાએ પોતાના ટ્વીટર હેન્ડલથી 1 મિનિટનો વિડીયો શેર કરી ફિલ્મના એનાઉન્સમેન્ટની જાણકારી મેથ્સ પઝલ દ્વારા આપી છે. જણાવી દઈએ કે, અનુ મેનનની આ ફિલ્મમાં વિદ્યા જાણીતી ભારતીય ગણિતજ્ઞ શકુંતલા દેવીનું પાત્ર ભજવી રહી છે જેમને ‘હ્યૂમન કૉમ્પ્યુટર’ પણ કહેવામાં આવે છે.
આ એક્ટર્સ પણ મહત્વના રોલ્સમાં

ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા પણ શકુંતલાની પુત્રીના રોલમાં છે જેનો પોતાની મા સાથે ગાઢ સંબંધ રહ્યો છે. આ ઉપરાંતમાં જીશૂ સેનગુપ્તા અને અમિત સાધ પણ પણ મહત્વના પાત્રોમાં છે. પહેલા આ બાયૉપિક 8 મેના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની હતી પણ કોવિડ-19ના કારણે એવું ન થઈ શક્યું.
Comments
Post a Comment