ચીનને મજબૂત સંદેશ, LAC પર ઈન્ડિયન એરફોર્સના વિમાનોનું એર ઓપરેશન

નવી દિલ્હી: LAC પર ચીન સાથેના તણાવ દરમિયાન ભારતે સરહદ પર ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે અગાઉ ફાઈટર પ્લેનને સરહદ પાસેના એરબેઝ પર તૈનાત કર્યા હતા. હવે એરફોર્સના સુખોઈ Su-30MKI અને મિગ 29 વિમાનોની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડાન ભરતા જોવા મળ્યા છે. ભારતીય સેના ચીન સરહદ પર એર ઓપરેશન કરી રહી છે. જેનાથી એ પ્રકારે અંદાજો લગાવી શકાય છે કે ભારત ચીનને સંદેશો આપી ચૂક્યું છે કે કોઈપણ મુદ્દે થોડું પણ સમાધાન કરવામાં આવશે નહીં.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ભારતે સીમા પર વિમાનો તૈનાત કર્યા છે. સીમા પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાનો અગાઉથી તૈનાત હતા પણ હવે તે સીમા પાસે ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય સેનાઓને કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.




LAC પર તૈનાત એક સ્કોડ્રન લીડરે કહ્યું કે તમામ બેઝ પર ઈન્ડિયન એરફોર્સ સંપૂર્ણરીતે તૈયાર છે. કોઈપણ પડકારનો સામનો કરી શકે છે.



અપાચે ફાઈટર હેલિકોપ્ટર અમેરિકન કંપનીએ બોઈંગે બનાવ્યા છે. જેનું કુલ વજન 6838 કિલોગ્રામની આસપાસ હોય છે. તે મહત્તમ 279 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે. તેની ઊંચાઈ 15.24 ફૂટ હોય છે અને તેની પાંખ 17.15 ફૂટ સુધી ફેલાયેલી હોય છે.



Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...