આ ડિરેક્ટરે ઉછાંછળા KRKને આપી દીધી ખુલ્લી ચેતવણી, ‘મારી જોડે પંગો ન લેતો’
પોતાને ફિલ્મ ક્રિટિક કહેનારો કમાલ રાશિદ ખાન અવારનવાર પોતાની વિવાદિત ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહે છે. KRKના નામથી જાણીતો કમાલ રાશિદ ખાન બોલિવૂડ સેલેબ્સ પર પોતાના રિવ્યૂ આપતો રહે છે, આ કારણે તે અનેકવાર બહુ જ ટ્રોલ થઈ ચૂક્યો છે. હવે KRK ફિલ્મમેકર હંસલ મહેતાના નિશાને આવી ગયો છે.
My review of Hansal and Manoj is coming soon! They deserve it. People pls use headphones to hear it.
— KRK (@kamaalrkhan) July 4, 2020
કમાલ રાશિદ ખાને શનિવાર પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘હંસલ અને મનોજ પર મારો રિવ્યૂ ટૂંક સમયમાં આવી રહ્યો છે. તેઓ ડિઝર્વ કરે છે. પ્લીઝ તેને સાંભળવા માટે હેડફોન્સનો યૂઝ કરજો.’ ત્યારબાદ હંસલ મહેતાએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.
હંસલ મહેતાએ કહ્યું – મારાથી દૂર રહેજે
Don't you dare mess with me. I will not take any slander or abuse lying down. Your bullying will not work with me. Your filth can neither make nor break me. Stay away. Consider this a warning. https://t.co/98XXybWKmx
— Hansal Mehta (@mehtahansal) July 4, 2020
KRKની ટ્વીટના જવાબમાં હંસલ મહેતા લખ્યું – તું મારી સાથે પંગો લેવાનો પ્રયત્ન ન કરતો. હું તારી દુર્વ્યવહાર અને ગાળોથી દબાઈ જવાનો નથી. તારી દાદાગિરી મારી સાથે નહીં ચાલે. તારું હલકાપણું ન મને રોકી શકે છે અને ન મારો આત્મવિશ્વાસ તોડી શકે છે. મારાથી દૂર જ રહેજે. આને મારી ચેતવણી જ સમજ.’
મિલાપ ઝવેરીએ KRKને આડા હાથે લીધો હતો
ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ આવો જ એક વિડીયો શેર કર્યો છે, જેમાં KRK સુશાંત અંગે બે જુદા-જુદા નિવેદનો આપતો દેખાઈ રહ્યો છે. ફિલ્મમેકર મિલાપે એક પોસ્ટ કરી તેને આ આ વિડીયો પર ઝાટક્યો હતો અને કહ્યું છે કે, સુશાંત અંગે આ દુ:ખની ક્ષણે KRK મગરના આંસૂ વહાવી રહ્યો છે.
Comments
Post a Comment