કમાલનો Idea! અહીં સોશિયલ ડિસ્ટન્સ માટે મદદ કરે છે ક્યૂટ ટેડી બેયર્સ

….તો કેવો લાગ્યો આ આઈડિયા?


Twitter/@LorenzoTheCat

આપણી વચ્ચેથી કોરોના વાયરસ ક્યારે વિદાય લેશે તે વિશે હાલ તો કશું જ કહી ન શકાય. જોકે, હવે દુનિયા પણ વાયરસ સાથે જ ન્યૂ નોર્મલ લાઈફ જીવવા લાગી છે. બજાર, રેસ્ટોરન્ટ્સ, કેફે, ઓફિસ વગેરે ખૂલી ગયા છે. ન્યૂ નોર્મલ એટલા માટે કારણકે હવે જીવન પહેલા જેવું નથી રહ્યું. મતલબ કે તમારે ઘરેથી નીકળતાં સમયે માસ્ક પહેરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે. હાથને વારંવાર ધોવાના છે. ઈન્ટરનેટ પર પેરિસના એક કેફેની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં ગ્રાહકો ટેડી બેયર સાથે જોવા મળે છે. આવું કેફે માલિકે એટલા માટે કર્યું છે જેથી ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ લાવી શકાય.


લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યાં છે ટેડી




આ તસવીર ટ્વીટર યૂઝર @LorenzoTheCatએ 27 જૂને શૅર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું કે,’પેરિસના એક કેફેમાં ટેડી બિયર સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેન કરાવે છે.’ અનેક લોકો આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.


હવે પેરિસમાં આવી અનેક જગ્યાઓ




હવે પેરિસમાં ઠેર ઠેર અનેક જગ્યાઓ છે. જ્યાં આવા ટેડી બિયર્સ મૂકવામાં આવ્યાં છે.


ઠેર ઠેર મૂકાયા છે ટેડી



લોકોને પણ આ ટેડી જોઈને આનંદ આવે છે


સોશિયલ ડિસ્ટન્સનું ઉદાહરણ




સોશિયલ મીડિયા પર પણ લોકો આ ક્રિએટિવીટીને વખાણી રહ્યાં છે.


ખૂબ જ ઉત્તમ




લોકો પણ આ ક્રિએટીવીટીને મન ભરીને માણી રહ્યાં છે.


આજની સૌથી ઉત્તમ તસવીર




એક યૂઝરે આ તસવીર શૅર કરતા આજની સ્થિતિમાં સૌથી ઉત્તમ તસવીર ગણાવી હતી.


ટેડીને પૂછો તો!




એક યૂઝરે તસવીર શૅર કરતા લખ્યું કે ટેડી બેયરને પૂછો કે સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું?


કમાલની રીત છે!




તો તમને પણ કમાલનો લાગ્યો ને આઈડિયા?

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...