સુરતઃ બેંકમાં જઈ રહેલા CNG પંપના મેનેજરને ચપ્પુ બતાવી લાખોની લૂંટ

સુરતઃ લોકડાઉનમાં પણ લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરો લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. બે બાઈક પર આવેલા ચાર શખ્સો CNG પંપના મેનેજર પાસેથી 5 લાખથી વધુની રકમની લૂંટ ચલાવી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો


પોલીસ પાસે મળી રહેલી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા શ્રીજી CNG પંપ પર ભરત પટેલ મેનેજર તરીકે નોકરી કરે છે. આજે બપોરે 1 વાગ્યા આસપાસ પંપના રોકડ રૂપિયા બેગમાં લઈ પરવત પાટિયાની સુ-ટેક્સ બેંકમાં ભરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન લિંબાયત મહારાણા પ્રતાપ ચોકથી પરવત પાટિયા વચ્ચે બે બાઈક સવાર 4 લોકો આવીને તેમને ચપ્પુ બતાવી અટકાવ્યા. ત્યાર બાદ તેમની પાસે 5.26 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.


આ સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસ ફરિયાદ બાદ સીસીટીવીના આધારે આ લૂંટની ઘટનાની તપાસ શરૂ કરી છે અને બાઈક પર આવેલા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...