પ્રતિબંધ બાદ ટિકટોકના CEOએ ભારતમાં તેના કર્મચારીઓને લખ્યો પત્ર, કહી આ વાત
નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધી ગયો છે. તેને ધ્યાનમાં રાખતા ટિકટોક સહિત ચીનની 59 એપ્સ પર ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધી છે. ટિકટોક એપ ચીનની બાઈટડાન્સ કંપનીની છે અને આ વીડિયો એપ પર પ્રતિબંધ મૂક્યા બાદ ટિકટોકના સીઈઓ કેવિન માયેરે ભારતના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ડેટા અને સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે
કંપનીની વેબસાઈટ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ટિકટોકમાં અમારો પ્રયાસ ઈન્ટરનેટનું લોકતંત્રીકરણ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે માનીએ છીએ કે અમે અમારા પ્રયાસમાં ઘણી હદ સુધી સફળ રહ્યા છીએ. જોકે, અમે અમારા મિશન માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છીએ. અમે હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભારતીય કાયદા અંતર્ગત તમામ ડેટાની ગુપ્તતા અને સિક્યુરિટીનું પાનલ કરવા માટે ટિકટોક કામ કરતું રહેશે. યુઝર્સની ગુપ્તતા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.
ભારતમાં અમારા કર્મચારીઓ માટે સંદેશ
માયેરે ‘ભારતમાં અમારા કર્મચારીઓ માટે સંદેશ’ ટાઈટલ સાથે આ પોસ્ટમાં જણાવ્યું છે કે, 2018થી અમે આ સુનિશ્ચિત કરવા માટે આકરી મહેનત કરી રહ્યા છીએ કે ભારતમાં 200 મિલિયનથી વધારે યુઝર્સ પોતાની ખુશી અને રચનાત્મકતાને વ્યક્ત કરવામાં સક્ષમ હોય અને એક વધી રહેલા વૈશ્વિક સમુદાય સાથે અનુભવ શેર કરે.
અમારા કર્મચારી અમારી તાકાત છે
ભારતમાં પોતાના કર્મચારીઓની નોકરીની સુરક્ષાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે સીઈઓએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી તાકાત છે. તેમની ભલાઈ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે 2000થી વધુ મજબૂત કર્મચારીઓને પણ આશ્વાસન આપ્યું છે કે અમે હકારાત્મક અનુભવ અને પ્રસંગોને જારી કરવા માટે અમારાથી શક્ય તેટલા પ્રયાસો કરીશું.
દેશમાં ટિકટોકના 20 કરોડ યુઝર્સ હતા
ભારત સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ સાથે વિડીયો શેરિંગ એપ ટિકટોક મંગળવારે દેશમાં બંધ થઈ ગયું. દેશમાં ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી છે. ભારત સરકારે સોમવારે ટિકટોક સહિદ 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. દેશમાં ટિકટોકના અંદાજીત 20 કરોડ યુઝર્સ હતા.
Comments
Post a Comment