પ્રેમથી કાચબાને કિસ કરવા ગયો આ વ્યક્તિ, પરંતુ તેને ભારે પડ્યો પ્રેમ

ઘણા લોકો પ્રાણીઓને એટલો પ્રેમ કરતા હોય છે કે તેમને કિસ પણ કરતા હોય છે. જોકે, એક વ્યક્તિને કાચબાને કિસ કરવી ભારે પડી ગઈ. એક વ્યક્તિને માછલી પકડતી વખતે તાજા પાણીનો મોટો કાચબો મળ્યો હતો. તેણે કાચબાને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેને ભારે પડ્યું હતું.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


માછીમારે પકડ્યો કાચબો


મેસાચ્યુસેટ્સના 28 વર્ષીય માઈક ગેન્લી પોતાના મિત્ર મેટ સાથે માછલી પકડવા માટે ગયો હતો. ત્યારે તેણે પાણીમાં ચાર કાચબા જોયા હતા. તેણે તેમાંથી એક કાચબાને બહાર કાઢવાનું નક્કી કર્યું હતું.


કાચબાને કિસ કરવી ભારે પડી


માઈકે 10 કિલોનો કાચબો બહાર કાઢ્યો હતો અને તેને હાથમાં પકડ્યો હતો. તેણે તે કાચબાને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કિસ કરે તે પહેલા જ કાચબાએ માઈકના હોઠ પર બચકુ ભરી લીધું હતું જેના કારણે તેને ઘણી પીડા થઈ હતી.


કેમેરામાં કેદ થઈ ગયું દ્રશ્ય


માઈક કાચબાને કિસ કરતો હતો તે દ્રશ્ય તેના મિત્રએ પોતાના આઈફોનમાં કેદ કરી લીધું હતું. તે ક્લિપમાં જોવા મળે છે કે માઈક કાચબાને કિસ કરવા જાય છે. પરંતુ જેવો તે કિસ કરવા જાય છે ત્યારે કાચબો પોતાની ગરદન લાંબી કરે છે અને માઈકના હોઠ પર બચકું ભરી લે છે. માઈક અચાનક આ ઘટનાથી પીડાથી બૂમ પાડે છે.


હું કાચબાને રમાડી રહ્યા હતો-માઈક


ઘટના વિશે માઈકે જણાવ્યું હતું કે હું અને મારો મિત્ર માછલી પકડવા આવ્યા હતા પરંતુ ત્યાં કોઈ માછલી ન હતી કેમ કે આ ચારેય કાચબા તેમને ખાઈ ગયા હતા. તેથી અમે ત્યાં ટાઈમપાસ કરી રહ્યા હતા અને બીયર પી રહ્યા હતા. મેટે કહ્યું કે જો કાચબા કેટલા મોટા છે, આપણે તેમાંથી એકને પકડવો જોઈએ. તેથી અમે એક કાચબો બહાર કાઢ્યો હતો. અમે કાચબાને રમાડ્યો હતો પરંતુ જ્યારે મેં તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને બચકુ ભરી લીધું હતું.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...