હવે કોરોના વાયરસથી બચાવશે આ નેકલેસ? જુઓ વિડીયો

કોરોના વાયરસથી બચવા માટેનો નેકલેસ



સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસથી બચવા માટે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ ખાસ નેકલેસ એટલે કે ગળાનો હાર બનાવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નેકલેસ કોરોના વાયરસથી બચાવશે. તમે જાણો છો કે કોરોના વાયરસથી બચવા માટે એવી સલાહ આપવામાં આવતી હોય છે કે વારંવાર મોંને સ્પર્શ કરશો નહીં. પોતાના નાક, કાન, આંખ, મોંને સ્પર્શ કરશો નહીં.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ચહેરાને સ્પર્શ કરશો નહીં



આ નેકલેસ પહેરવાથી ફાયદો એ થાય છે કે તમે તમારા હાથને જેવા ચહેરા પાસે લઈ જશો કે આ વાઈબ્રેટ કરવા લાગશે. તમને તાત્કાલિક એવા સંકેત મળશે કે ચહેરાને સ્પર્શ કરશો નહીં. કોરોનાથી બચવા માટેના આ ગળાના હાર એટલે કે નેકલેસને NASAની Jet Propulsion Lab (JPL)એ તૈયાર કર્યો છે. આ નેકલેસમાં સિક્કા આકારનું એક ડિવાઈસ છે, જેના સેન્સર 12 ઈંચ સુધીમાં કોઈપણ ચીજવસ્તુ આવતા વાઈબ્રેટ થવા લાગે છે. જેમાં 3 વોલ્ટની એક બેટરી પણ છે.


વાઈબ્રેટ થવા લાગશે આ ડિવાઈસ



પ્રાપ્ત માહિતી મુજબ જ્યાં સુધી કોરોના વાયરસની કોઈ રસી નથી આવી જતી ત્યાં સુધીમાં આ ‘પલ્સ’ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નેકલેસ એટલે કે ‘પલ્સ’ પહેરવામાં પણ સરળ છે. એવું પણ નથી કે આ નેકલેસ પહેરવાથી કોરોના વાયરસ ક્યારેય નહીં થાય, તે માટે અન્ય સાવધાની જેવી કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, માસ્ક પહેરવું અને હાથ ધોતા રહેવા પણ જરૂરી છે. આ નેકલેસને ગળામાં પહેર્યા પછી જેવા તમારા હાથ ચહેરા નજીક જશે ત્યાં જ તે વાઈબ્રેટ થવા લાગશે. તમને એવી ચેતવણી મળશે કે ચહેરા પર ક્યાંક સ્પર્શ કરશો નહીં.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...