લદાખમાં વડાપ્રધાન મોદીના ચીન પર ચાબખા, ડ્રેગનને ખૂંચે તેવી આ પાંચ વાત કહી
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક જ લદાખ પહોંચ્યા હતા. લદાખના લેહમાં પહોંચીને વડાપ્રધાન મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. નીમૂમાં આર્મી કેમ્પમાં જઈને વડાપ્રધાને સરહદ પર ચીનની સેનાની હરકતનું અપડેટ જ ન હતું લીધું પરંતુ પોતાના ભાષણમાં ચીનને સંદેશ પણ આપી દીધો હતો. તેમણે જવાનોને સંબોધન કરતા ચીનની વિસ્તારવાદી નીતિ પર પ્રહાર કર્યા હતા. તેમણે ચીનનું નામ લીધા વગર પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હવે વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ગયો છે અને વિકાસવાદનો સમય છે. તેમણે કહ્યું હતું કે, કોઈના પર વિસ્તારવાદની જિદ સવાર થઈ જાય છે તો તે હંમેશા વિશ્વ શાંતિ માટે જોખમી હોય છે. ઈતિહાસ સાક્ષી છે કે આવી તાકતોની હસ્તી રહી નથી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
માનવતાનો દુશ્મન છે વિસ્તારવાદ
ચીને ભારતના ઘણા વિસ્તારો પર પોતાનો દાવો પહેલા પણ કર્યો હતો અને આજે પણ કરી રહ્યું છે. આને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદીએ વિસ્તારવાદની વાત કરી હતી.
શાંતિ માટે જોખમી છે આવી તાકાતો
પોતાના ભાષણ દ્વારા વડાપ્રધાન મોદીએ જવાનોની સાથે સાથે સમગ્ર વિશ્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ચીન જેવા દેશ વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો છે.
સમજશો નહીં તો હસ્તી મટી જશે
વડાપ્રધાન મોદીએ ચીનને આડકરતી રીતે સાવચેત રહેવાનું કહેતા કહ્યું હતું કે પહેલા પણ આવું કરનારી તાકાતોની હસ્તી મટી ગઈ છે તેથી તેણે પોતાનું વર્તન સુધારવું જોઈએ.
હવે નહીં ચાલે દાદાગીરી
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહી દીધું છે કે વિસ્તારવાદી નીતિઓ હવે ચલાવી લેવામાં આવશે નહીં.
ચીન વિરુદ્ધ એકજૂટ થઈ રહ્યું છે વિશ્વ
વડાપ્રધાન મોદીએ જ્યાં જ્યાં વિસ્તારવાદ શબ્દનો ઉલ્લેખ કર્યો છે તેનો અર્થ ચીન થાય છે. તેમણે ઈશારામાં જ કહી દીધું છે કે સમગ્ર વિશ્વ ચીન વિરુદ્ધ એકજૂટ થઈ રહ્યું છે.
મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો
વડાપ્રધાન મોદીએ જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, તમારું સાહસ તે ઊંચાઈથી પણ ઊંચુ છે જ્યાં તમે તૈનાત છો. તમારો નિશ્ચય, તે ઘાટીથી પણ મજબૂત છે, જેને તમે રોજ તમારા પગલાથી માપો છો. તમારા હાથ તે ચટ્ટાનો જેવા મજબૂત છે જે તમારી આસપાસ છે. તમારી ઈચ્છા શક્તિ આસપાસના પર્વતોની જેમ અડગ છે.
Comments
Post a Comment