મેથીની ભાજી સમજી પરિવારના લોકોએ ખાઈ લીધો ગાંજો, અને પછી…

આ ઘટના ઉત્તર પ્રદેશના કન્નોજની છે. અહીં મજાક-મજાકમાં એક પરિવારના 6 લોકોને હોસ્પિટલ ભેગું થવું પડ્યું. એક અખબારના રિપોર્ટ અનુસાર, પરિવારે મેથી સમજી ગાંજાની ભાજી બનાવી લીધી જ્યારબાદ પરિવારના સભ્યો બીમાર થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. પોલીસે કાર્યવાહી કરતા આરોપી શખસની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગામના એક શખસે મજાકના ઈરાદે પરિવારને શાક બનાવવા માટે ગાંજો આપ્યો હતો.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


ભાજી ખાઈને ઉડી ગયા બધાના હોશ


રિપોર્ટ અનુસાર, કન્નોજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિયાગંજ ગામમાં નવલ કિશોર નામના એક શખસે ગામના ઓમપ્રકાશના પુત્ર નિતેશને સૂકી મેથી કહીને ગાંજો આપી દીધો. ઘરે જઈને નિતેશે ગાંજો ભાભીને આપી દીધો. તેમણે મેથી સમજીને શાક બનાવી દીધું અને આશરે પાંચ વાગ્યે ઓમ પ્રકાશ, પુત્ર નિતેશ, મનોજ કમલેશન, પિંકી અને આરતીએ શાક ખાધું જ્યારબાદ તેમની તબિયત બગડી ગઈ.


પડોશીઓએ પોલીસને જાણ કરી


ત્યારબાદ તેમણે પાડોશીઓને ડૉક્ટરને બોલાવવા માટે કહ્યું. પણ થોડીવારમાં તેઓ બેભાન થઈ ગયા. પાડોશીઓએ પોલીસને આની સૂચના આપી જ્યારબાદ પરિવારના સભ્યોને જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. પોલીસે કઢાઈમાં રહેલા શાક અને કાચા ગાંજાને જપ્ત કરી લીધા છે અને નવલકિશોરની ધરપકડ કરી લીધી છે.

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ