સંજય ભણસાલી પિતાને બદલે માતાનું નામ ‘લીલા’ કેમ લખાવે છે, જાણો તેની પાછળની સ્ટોરી

સંજય લીલા ભણસાલી એટલે ફિલ્મ હિટ



બોલિવૂડના ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ જગ્યા બનાવી છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ બનાવે છે. તેમના માટે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે એટલા માટે જ તેમણે પોતાના નામની સાથે પિતાને બદલે માતાનું નામ જોડ્યું છે. તેની પાછળ એક ખાસ કારણ છે તો તેના વિશે આજે અમે તમને જણાવીશું.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો


પિતા પ્રોડ્યૂસર હતા પરંતુ


સંજય લીલા ભણસાલીના પિતા એક પ્રોડ્યૂસર હતા પરંતુ તેઓ નિષ્ફળતા સહન ન કરી શક્યા અને ખુબ જ દારૂ પીવા લાગ્યા. પિતા દારૂના નશામાં એટલા ડૂબેલા રહેતા કે પરિવારની જવાબદારી પણ ભૂલી ગયા. ત્યારે તેમની માતા લીલા ભણસાલીએ પરિવારની જવાબદારી ઉઠાવી અને ગુજરાત રંગમંચ પર નૃત્ય કરીને ઘર ચલાવ્યું. એટલું જ નહીં તેમની માતાએ લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું અને બાળકોને સારી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો. ડિરેક્ટર પર બાળપણની આ બધી બાબતો ખૂબ જ અસર કરી ગઈ.


માતાનું નામ પોતાના નામ સાથે જોડ્યું



લીલા ભણસાલીએ પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો. ગરીબીમાં પણ હિંમત ન હારી અને ખૂબ જ મહેનત કરી. સંજયે પોતાના માતાના આ આકરા જીવનને ખુબ નજીકથી જોયું હતું એટલા માટે જ સંજય ભણસાલીએ પોતાના નામ સાથે માતા લીલાનું નામ જોડી દીધું.


પહેલી ફિલ્મ ‘પરિંદા’માં પોતાનું આ નામ લખાવ્યું



સંજય લીલા ભણસાલીએ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ પુણે સ્થિત FTIIમાં એડમિશન લીધું. ત્યાંથી અભ્યાસ કરીને તેઓ મુંબઈ આવ્યા. તે સમયે વિધુ વિનોદ ‘પરિંદા’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. ભણસાલીની પ્રતિભાથી વિધૂ પ્રભાવિત હતા. તેમણે સંજયને પોતાનો આસિસ્ટંટ બનાવી લીધો. જ્યારે ફિલ્મનું શૂટિંગ પુરું થયું અને સ્ક્રીન પર આવનારા નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું તો તેમાં ભણસાલીએ પોતાનું નામ સંજય લીલા ભણસાલી લખાવ્યું. બસ ત્યારથી તેઓ આ નામ સાથે બોલિવૂડમાં સફળતા મેળવી અને માતાનું નામ પણ રોશન કર્યું.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...