આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને શૅર કર્યો વિડીયો, સ્વિમિંગ પૂલમાં તરી રહ્યો છે સાપ

સોની રાઝદાને શૅર કર્યો વિડીયો



આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને બે વિડીયો પોસ્ટ કર્યા છે, જેમાં તેમના સ્વિમિંગ પૂલમાં સાપ તરતો જોવા મળે છે. સોની રાઝદાનના આ વિડીયોઝ જોઈને રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પણ કમેન્ટ કરી છે. સોની રાઝદાને પોતાના સ્વિમિંગ પૂલનો વિડીયો પોસ્ટ કર્યો છે. જે પાણીથી છલોછલ ભર્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


કહ્યું-‘સ્વિમિંગ પૂલમાં આવ્યો એક મહેમાન’




 












View this post on Instagram



















 


We had a guest in our swimming pool today. Wanted to drink water at first and then went in for a dip 🙈🤷🏻‍♀️🥴 Well. We let it go into the bushes afterwards. #snakeinthewater


A post shared by Soni Razdan (@sonirazdan) on





નોંધનીય છે કે મુંબઈમાં ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે. સોની રાઝદાને આ વિડીયોને પોસ્ટ કરતાં લખ્યું છે કે, અમારા સ્વિમિંગ પૂલમાં એક મહેમાન પહોંચ્યો છે. તેમણે લખ્યું છે કે, કદાચ પાણી પીવા આવ્યો હોય અને તે પાણીમાં પડી ગયો હોય પછી તે ઝાડીઓમાં ચાલ્યો ગયો.


નીતૂ કપૂરે પણ કરી કમેન્ટ



સોની રાઝદાનના આ વિડીયોઝને જોઈને રણબીર કપૂરની માતા નીતૂ કપૂરે લખ્યું કે,’આ તો ડરામણું છે.’ સોની રાઝદાને નીતૂની આ કમેન્ટનો જવાબ પણ આપ્યો. તેણે લખ્યું કે,- 9 વર્ષમાં મેં પહેલીવાર અહીં સાપ જોયો છે.


પોસ્ટ કરેલો બીજો વિડીયો




 












View this post on Instagram



















 


Snake in the water Part 2 #snakeinthewater #lockdowninthecountryside #lockdownlife #lockdowndiaries


A post shared by Soni Razdan (@sonirazdan) on




નોંધનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બન્નેએ સાથે પહેલીવાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કર્યું છે. જેની રીલિઝની રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ઉપરાંત આ જોડી લગ્નને લઈને પણ ચર્ચામાં છે. જોકે, લોકડાઉન દરમિયાન આ ન્યૂઝ પર વિરામ લાગ્યા છે અને બન્ને પરિવારમાં એક દુઃખદ ઘટના પણ બની હતી. 30 એપ્રિલ 2020ના રોજ રણબીર કપૂરના પિતા રિશિ કપૂરનું પણ નિધન થયું હતું.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...