‘બિગ બોસ’ ફેમ એક્ટર ગૌતમ ગુલાટીએ લગ્ન કરી લીધા? તસવીર થઈ વાયરલ
પરણી ગયો ગૌતમ ગુલાટી?

લોકડાઉન અને કોરોના વાયરસના કહેર વચ્ચે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીથી માંડીને સામાન્ય લોકો સુધી ઘણા કપલે લગ્ન કર્યા છે. ટેલિવિઝનની દુનિયામાં મંગળવારે જ એક્ટર મનીષ રાયસિંઘને સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન ‘બિગ બોસ’ ફેમ ગૌતમ ગુલાટીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. ગૌતમે તસવીર શેર કરી તેમાં તે એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા સાથે સાત ફેરા ફરતો જોવા મળે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
તસવીર થઈ વાયરલ, ફેન્સ આશ્ચર્યમાં
View this post on Instagram
Shaadi mubarak nahi bologey ?
@urvashirautela
@archanapuransingh Guys our film #virginbhanupriya Is coming soon on @zee5premium @zee5 on 16 th July, I hope apko pasand aye ye light comedy
& trailer coming out today at 4 pm Director : @ajaylohan
ગૌતમે આ તસવીર શેર કરતાં લખ્યું- ‘શાદી મુબારક નહીં બોલેંગે?’ ગૌતમની આ પોસ્ટ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાકે તો લગ્નની શુભેચ્છા પણ આપી દીધી હતી. તો ઘણાએ કોમેન્ટ કરીને કહ્યું કે, વિશ્વાસ નથી થઈ રહ્યો. ગૌતમ અને ઉર્વશીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ આ તસવીરમાં એક ટ્વિસ્ટ છે જેને ઘણા લોકોએ નજર અંદાજ કર્યો.
આ ફિલ્મમાં જોવા મળશે ગૌતમ અને ઉર્વશી

આ તસવીર ઉર્વશી અને ગૌતમની આગામી ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ની છે. આ તસવીર લગ્નનો જ સીન છે. ફિલ્મમાં ઉર્વશી અને ગૌતમ ગુલાટીની જોડી છે. આ ડ્રામા-કોમેડી ફિલ્મ છે. જે નવા જમાનાના યુવાનો પર આધારિત છે.
16 જુલાઈએ થશે રિલીઝ
View this post on Instagram
What is the right age to lose your virginity?. Fasten your seat belts to witness an easy looking but not so easy going story of #VirginBhanupriya. Kya hai Bhanupriya ki kahaani? Find out on 16th July on ZEE5. #VirginBhanupriyaOnZEE5 . . . . . . . . . . . @urvashirautela @archanapuransingh @welcometogauthamcity @officialdelnaazirani @niki_walia @natashasuri @rumanamolla @chirag_dhariwal @ajaylohan @bijjugkalaa @zee5premium #love #UrvashiRautela
આ ફિલ્મને લઈને ગૌતમ અને ઉર્વશી બંને ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 16 જુલાઈએ ‘ઝી5’ પર ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર ગુરુવારે રિલીઝ થયું, જે લોકોને પસંદ આવ્યું છે.

@urvashirautela
@archanapuransingh Guys our film #virginbhanupriya Is coming soon on @zee5premium @zee5 on 16 th July, I hope apko pasand aye ye light comedy
& trailer coming out today at 4 pm Director : @ajaylohan
Actor
Comments
Post a Comment