બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

BB બાદ હિમાંશીને મળી પોપ્યુલારિટી



બિગ બોસ 13માં ભાગ લીધા બાદ હિમાંશી ખુરાનાની પોપ્યુલારિટી વધી ગઈ છે. આ દરમિયાન તે આસિમ રિયાઝ સાથે પોતાના રિલેશનશિપને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. લોકડાઉનમાં ઘરે સમય પસાર કર્યા બાદ તે ફરી એકવાર પોતાના કામ પર પરત ફરી છે. પરંતુ આ વચ્ચે તે એક મુસીબતમાં ફસાઈ ગઈ હતી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


હિમાંશીની કાર પર હુમલો



વાત એમ છે કે, હિમાંશી ખુરાના ચંડીગઢના એક ગામમાં શૂટિંગ કરી રહી હતી, ત્યારે કોઈએ તેની ગાડી પર હુમલો કર્યો હતો અને નુકસાન પહોંચાડ્યું હતું. આ વિશે હિમાંશીનું કહેવું છે કે, જેણે પણ આ કર્યું છે તે જાણીજોઈને કર્યું છે. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર આ કૃત્ય કરનારને જવાબ પણ આપ્યો છે.


હિમાંશીએ આપ્યો જવાબ



હિમાંશીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દુઃખદ ઘટના વિશે વાત કરી અને લખ્યું કે, ‘કાલે કોઈએ મારી ગાડીનું ટાયર ખરાબ કરી દીધું. તેણે શું વિચાર્યું હતું. મને પરેશાન કરશે, આવી નાની-નાની વસ્તુઓ મને કામ કરતા રોકી શકે નહીં. અને ન તો મને ડરાવી શકે’.


અસિમ સાથે ચાલી રહ્યું છે ઈલુ-ઈલુ



આપને જણાવી દઈએ કે, હિમાંશી અને અસિમ વચ્ચે બિગ બોસના ઘરમાં પ્રેમ પાંગર્યો હતો. આ સિવાય બહાર થયા બાદ ફરી એકવાર હિમાંશી અસિમની કનેક્શન બનીને ઘરમાં આવી હતી. ત્યારે અસિમને તેને પ્રપોઝ કર્યું હતું. બાદમાં બંને એક મ્યૂઝિક વીડિયોમાં પણ સાથે જોવા મળ્યા હતા.


અસિમ વિશે કહ્યું…



હિમાંશી ખુરાના અત્યારસુધીમાં અસિમ સાથેના રિલેશનશિપ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતી જોવા મળી રહી છે. હાલમાં જ તેણે એક ટ્વીટ દ્વારા અસિમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, કોઈ તેને અસિમની ગર્લફ્રેન્ડ કહીને બોલાવે તે તેને પસંદ નથી.


 

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ