મનાલીની વાદીઓમાં કંગનાએ ફેમિલી પિકનિક ગોઠવી, પહાડો વચ્ચે મમ્મી સાથે કર્યો ડાન્સ

પહાડોની વચ્ચે પિકનિક પર કંગના



COVID-19 મહામારીના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારથી સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. બોલિવુડની બેબાક એક્ટ્રેસ કંગના રણૌત પણ હાલ પરિવાર સાથે મનાલીમાં સમય વિતાવી રહી છે. કંગનાની ટીમ સમયાંતરે એક્ટ્રેસની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કંગનાની ટીમે એક વિડીયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસ પરિવાર સાથે પિકનિકની મજા માણતી જોવા મળે છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે હિમાચલ પ્રદેશના પહાડોમાં કંગના પરિવાર સાથે પિકનિક પર ગઈ હતી.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


કુદરતના ખોળે બાળક બનીને કંગનાએ કરી મસ્તી



કંગનાની ટીમે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડીયોમાાં જોઈ શકો છો કે એક્ટ્રેસ મન ભરીને આ સમયને માણી રહી છે. ક્યારેક ચીસો પાડતી, ભાણિયા પૃથ્વી સાથે મસ્તી કરતી, ઘાસમાં રગડતી, બહેન સાથે બાળપણ યાદ કરીને દોડાદોડ કરતી, ક્યારેક હિમાચલની સુંદર વાદીઓમાં ક્યારેક એકલી તો ક્યારેક મમ્મી સાથે ડાન્સ કરતી તો ક્યારેક તસવીરો અને વિડીયો માટે પોઝ આપતી જોવા મળે છે. કુદરતના ખોળે પિકનિક મનાવવા પહોંચેલા તમામે આ ક્ષણોને મન ભરીને માણી હતી. જાણે, તેઓ કોરોનાને યાદ જ ના કરવા માગતા હોય!


કંગનાની ટીમે શેર કર્યો વિડીયો




 












View this post on Instagram



















 


for her family, and because of lockdown there are no tourists in the valley. The result? A freedom-filled and happy time in the valley that she hasn’t seen in years. Nature has a way of healing us and everything has a silver lining, we need to look for it!


A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on





કંગનાની ટીમે વિડીયો શેર કરતાં લખ્યું, “કંગનાએ તેના પરિવાર માટે પિકનિકનું આયોજન કર્યું છે. પરિણામ? તેણે ઘાટીમાં મુક્તપણે અને આનંદની સાથે સમય વિતાવ્યો, જે થોડા વર્ષોમાં નહોતો મળી શક્યો. કુદરતમાં આપણને સાજા કરવાની તાકાત છે.”


રંગોલી ચંદેલે પણ શેર કરી તસવીરો




 












View this post on Instagram



















 


On our parents request Kangana planned a picnic for the family, before the rains here they wanted to enjoy summer outdoors, even though we are in green zone but it was a long a tedious process to get permissions, thanking all the authorities in Himanchal to help us with required permissions, it was a much needed family outing 🙏🙏🙏


A post shared by Rangoli Chandel (@rangoli_r_chandel) on





આ સિવાય કંગનાની બહેન રંગોલી ચંદેલે પણ ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી પિકનિકની તસવીરો શેર કરી છે. રંગોલીએ લખ્યું, “અમારા મમ્મી-પપ્પાની વિનંતી પર કંગનાએ પરિવાર માટે પિકનિકનું આયોજન કર્યું. ચોમાસા પહેલા મમ્મી-પપ્પા ઉનાળામાં બહાર ફરવાની મજા લેવા માગતા હતા. અમે ગ્રીન ઝોનમાં છીએ છતાં પિકનિક માટેની મંજૂરી મેળવવા અમે લાંબી અને થકવી નાખતી પ્રક્રિયા કરી. અમને મંજૂરી આપવા માટે હિમાચલના તમામ સત્તાધીશોનો આભાર માનું છું. આ ખૂબ જરૂરી ફેમિલી આઉટિંગ હતું.”


આ ફિલ્મમાં જોવા મળશે કંગના



વર્કફ્રંટની વાત કરીએ તો કંગના ‘અપરાજિત અયોધ્યા’ ફિલ્મ ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. આ ફિલ્મમાં રામ મંદિર કેસને દર્શાવાશે. આ સિવાય કંગના જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’માં જોવા મળશે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...