માસ્ક પહેરવાનું કહેતા હોટેલ કર્મચારીએ મહિલા સાથે કરી મારપીટ, જુઓ વિડીયો

નેલ્લોર: આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. નેલ્લોરમાં પર્યટન વિભાગના એક હોટેલ કર્મચારીએ મહિલા સહકર્મી સાથે મારપીટ કરી છે. આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક શખસ ત્યાં હાજર મહિલાને ઓફિસની અંદર માર મારતો જોવા મળી રહ્યો છે. આરોપી શખસની ધરપકડ કરવામાં આવી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પ્રાપ્ત માહિતી મુજબ તેઓ બંને વચ્ચે સામાન્ય વાતને લઈને ચર્ચા એટલી ઉગ્ર થઈ ગઈ કે મારાપીટના દ્રશ્યો સર્જાયા. વાત જાણે એમ છે કે ઓફિસમાં મહિલા સહકર્મચારીએ આરોપી શખસને માસ્ક પહેરવાનું કહ્યું હતું. આ મુદ્દે તેઓ બંને વચ્ચે વિવાદ થયો. તે શખસે મહિલા સાથે મારપીટ કરી અને અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો.




આ વિડીયોમાં જોવા મળી રહેલી અન્ય મહિલા મારપીટના આ દ્રશ્યો જોઈને ચોંકી જાય છે અને ત્યાંથી બહાર જતી રહે છે. ઓફિસના અન્ય સ્ટાફ કર્મચારીઓ પણ આરોપીને રોકવાના પ્રયાસ કરે છે અને ત્યારે આ મામલો શાંત પડે છે. પોલીસે આ મુદ્દે જણાવ્યું કે અમે આરોપીની ધરપકડ કરી છે. તે આંધ્રપ્રદેશ ટૂરિઝમ હોટેલમાં કાર્યરત છે. તેને અદાલતી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...