જ્યારે સચિને આવી રીતે શ્રીનાથને પહેરાવી દીધું હતું પોતાનું પેન્ટ

નવી દિલ્હીઃ વિશ્વના મહાન ક્રિકેટરની સચિન તેંડુલકરની છાપ એક સરળ ખેલાડીની રહી છે પરંતુ આ દિગ્ગજ ક્રિકેટર કેટલો મસ્તીખોર હતો તે તેની સાથે રમી ચૂકેલા ખેલાડીઓ સારી રીતે જાણે છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણી સચિનનો એક આવો કિસ્સો જણાવ્યો છે. સચિને ટીમના તેના સાથી ખેલાડી જવાગલ શ્રીનાથ સાથે એક મજાક કરી હતી.


સચિને શ્રીનાથનો મૂડ સારો કરવા કરી મજાક


બદાણીએ ઈન્સ્ટાગ્રામ પેજ પર કહ્યું હતું કે, કટકમાં શ્રીનાથ કોઈ કારણસર ગભરાયેલો લાગતા હતા. સામાન્ય રીતે તેઓ નર્વસ નથી હોતા પરંતુ ત્યારે તેઓ નર્વસ હતા. હું તે મેચમાં રમી રહ્યો ન હતો. તેથી સચિન મારી પાસે આવ્યા અને તેમણે મને શ્રીનાથ સાથે એક મજાક કરવાનું કહ્યું હતું. જેથી કરીને શ્રીનાથનો મૂડ સારો થઈ જાય.


છ ફૂટના શ્રીનાથ માટે મોકલ્યું પોતાનું ટ્રાઉઝર


બદાણીએ જણાવ્યું હતું કે, સચિને મને કહ્યું કે જા તું મારું આ ટ્રાઉઝર લઈને શ્રીનાથની કિટ બેગમાં મૂકી દે. જ્યારે શ્રીનાથનું ટ્રાઉઝર ગમે ત્યાં મૂકી દે જે. બદાણીએ પણ સચિને કહ્યું હતું તે પ્રમાણે કર્યું હતું અને ટ્રાઉઝરની અદલાબદલી કરી દીધી હતી.


શ્રીનાથે પહેરી લીધું સચિનનું ટ્રાઉઝર


શ્રીનાથ પ્રેક્ટિસમાંથી આવ્યા હતા અને પોતાના બેગમાંથી ટ્રાઉઝર નીકાળીને પહેરી લીધું હતું. તેમણે ધ્યાન જ ન હતું આપ્યું કે આ ટ્રાઉઝર કોનું છે. તેઓ ટ્રાઉઝર પહેરીને સીધા મેદાન પર જતા રહ્યા હતા. તેમણે એક ઓવર પણ ફેંકી હતી, તેમ બદાણીએ જણાવ્યું હતું.


આખી ટીમ શ્રીનાથ પર હસી હતી


બદાણીએ જણાવ્યું હતું કે, ઓવર ફેંક્યા બાદ શ્રીનાથે જોયું કે આખી ટીમ તેમના પર હસી રહી હતી. ત્યારે તે વિચારમાં પડી ગયા હતા કે ટીમ તેમની સામે કેમ હસી રહી છે. જ્યારે તેમણે જોયું તો ખ્યાલ આવ્યો કે તેઓ જે પેન્ટ પહેરીને આવ્યા હતા તે તેમનું ન હતું. તેઓ હસ્યા અને ડ્રેસિંગ રૂમમાં જઈને ટ્રાઉઝર બદલીને આવ્યા હતા.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...