રાજકોટમાં ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

વહેલી સવારથી વરસાદે બોલાવી રમઝટ



રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બરાબરનો જામ્યો છે. રાજકોટમાં પણ આજે વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી



 


રાજકોટના ભક્તિનગર, ઢેબર રોડ, લાલ બહાદુર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકોટમાં વહેલી સવારે અડધો કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. તે પછી ધીમી ધારે સારો એવો સમય વરસાદ પડ્યો હતો.


રાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ


રાજકોટમાં વરસાદની તસવીર

રાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દાદરાનગર હવેલી, અમદાવાદ ,ગાંધીનગર, ડાંગ, વડોદરામાં પણ વરસાદ પડવાની આગાહી છે.


સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો ભારે વરસાદ



ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરન્જસી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે, ગિર સોમનાથ, જુનાગઢ, અમરેલી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડ્યો છે. જુનાગઢના સુત્રાપાડમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે અને અમરેલીના ખાંભામાં અઢી ઈંચ મીમી વરસાદ પડ્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...