ચીની અખબારના એડિટરને આનંદ મહિન્દ્રાનો શાનદાર જવાબ, વાયરલ

નવી દિલ્હી: ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખી 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે. આ ઘટના બાદ ભારત અને ચીન બંને તરફ સોશિયલ મીડિયા પર ખૂબ હલચલ છે. ચીનના Global Timesના એડિટર હૂ શિજિને પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરી અને કહ્યું કે, જો ચીનના લોકો ભારતીય પ્રૉડક્ટ બેન કરવા ઈચ્છે તો પણ તેમની પાસે તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી. એટલે ભારતીય પાસે કંઈક હોવું જોઈએ


મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું થેન્ક્યૂ


આ ટ્વીટને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી છે. મહિન્દ્રા પોતાની ટ્વીટમાં કહ્યું કે, આ કૉમેન્ટ ભારતીય કંપનીઓ માટે સૌથી પ્રભાવી સાબિત થઈ શકે છે. તેમણે આ પ્રોવોકેશન માટે હૂ શિજિનનો આભાર માન્યો. સાથે જ ચેતવણી આપી કે, આનાથી અમે તે દિશામાં ઝડપથી આગળ વધીશું.




Tiktok, UC Browserને બેન કરાઈ


સરકારે જે એપ્સને પ્રતિબંધિત કરી છે તેમાં Tiktok, UC Browser અને ShareIt જેવા નામ છે. આ ઘટના બાદ ટ્વીટર પર વોકલ ફોર લોકલ અંતર્ગત ઘણી કંપની, એપ અને પ્રૉડક્ટ અંગે જુદા-જુદા ટ્રેન્ડ ચાલી રહ્યા છે.


Roposo પર ખૂબ ચર્ચા


Tiktok જેવી એક ભારતીય વિડીયો એપ છે Roposo. સોમવારની ઘટના બાદ ગૂગલ પ્લે સ્ટોર પર આ એપના ડાઉનલોડ ગ્રાફમાં ખૂબ ઝડપી વધારો જોવા મળ્યો. કેટલાક ટ્વીટર યૂઝર્સ પેટીએમ જેવી કંપનીઓને પણ બેન કરવાની માગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કંપનીમાં અલીબાબા અને તેની ગ્રુપ કંપનીનો 40 ટકાથી વધુ હિસ્સો છે. જોકે, એવા લોકો પણ છે જેમનું કહેવું છે કે, પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા ભારતીય છે. PayTmનો ઉપયોગ માત્ર ભારતમાં થાય છે અને જો 40 ટકા ચાઈનીઝ શેરમાં સચ્ચાઈ છે તો પણ 60 ટકા કમાણી ભારતમાં જ રહે છે.

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ