વિજય ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ગાડીમાંથી સવા લાખનો દારુ ઝડપાયો


અમદાવાદ: શહેરના પોશ નવરંગપુરા વિસ્તારના વિજય ચાર રસ્તા પર આજે સવારે રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત કરનારી ગાડીમાંથી દારુનો સવા લાખ રુપિયાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે લોકોને ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ FIR દાખલ કરાઈ છે.


(તસવીરો: યોગેશ ચાવડા, TOI અમદાવાદ)




Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...