દરિયા કિનારે ખડક પર ફોટોશૂટ કરાવી રહ્યું હતું કપલ, પરંતુ બની ભયંકર ઘટના

પોતાના લગ્નની ક્ષણોને યાદગાર બનાવવા માટે લોકો અલગ-અલગ રીતે ફોટોશૂટ કરાવતા હોય છે. પરંતુ કેલિફોર્નિયાના એક કપલને ફોટોશૂટ કરાવવું ભારે પડ્યું. આ કપલ દરિયા કિનારે એક ખડક પર ફોટોશૂટ કરાવી રહ્યા હતા પરંતુ તેમની સાથે જે બન્યું તે ઘણું ભયંકર હતું.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


દરિયા કિનારે ખડક પર કરાવી રહ્યા હતા ફોટોશૂટ


કેલિફોર્નિયાનું કપલ દરિયા કિનારા પર એક ખડક પર ફોટોશૂટ કરાવીને પોતાના લગ્નની આ ક્ષણોને કેમેરામાં કંડારાવી રહ્યું હતું. ફોટો પડાવતા પહેલા આ કપલ પોતાનું સ્થાન લઈ રહ્યું હતું અને બંને જણા પોતાના કપડાને વ્યવસ્થિત કરી રહ્યા હતા.


અચાનક જ આવ્યા મોટા મોજા અને…


જોકે, તેવામાં દરિયામાં એક શક્તિશાળી મોજુ આવ્યું હતું અને કપલ જે ખડક પર હતું ત્યાં અથડાયું હતું. જેના કારણે યુવક અને યુવતીએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને તે મોજુ બંનેને પેસિફિક ઓસનમાં ખેંચી ગયું હતું.


લાઈફગાર્ડ્સે બંનેને બચાવી લીધા


બંને જણા દરિયામાં તણાઈ ગયા હતા પરંતુ સ્થાનિક લાઈફગાર્ડ્સ અને ઈમર્જન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. લગુના બીચ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને બંનેને બચાવી લીધા હતા. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી. કોરોના વાયરસના કારણે લગુના બીચ વિસ્તારના બીચ બે મહિના સુધી બંધ રહ્યા હતા. જોકે, એપ્રિલમાં તેને ફરીથી ખુલ્લા મુકવામાં આવ્યા હતા.


હોટલમાં વ્યક્તિએ કેમેરામાં કેદ કરી ઘટના


કપલ દરિયામાં તણાઈ ગયું તે ઘટના લગુના બીચ પર આવેલી મોન્ટેજ હોટલમાં રહેલા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વિડીયોના ફૂટેજમાં જોવા મળે છે કે આ કપલ ટ્રેઝર બીચ આઈલેન્ડ પરના ખડક પર ફોટોશૂટ કરાવી રહ્યું હતું. જોકે, કપલની ઓળખ હજી સુધી જાહેર થઈ નથી.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...