હિના ખાનની બેદરકારીથી કંટાળી ગઈ તેની મમ્મી, આપ્યો બરાબરનો ઠપકો

મમ્મીએ હિના ખાનને આપ્યો ઠપકો



છેલ્લે ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાના રોલમાં જોવા મળેલી હિના ખાનનું તેના પરિવાર સાથેનું બોન્ડિંગ જબરદસ્ત છે. તે ઘણીવાર તેના માતા-પિતા સાથે ફની વીડિયો શેર કરતી રહી છે. દીકરો-દીકરી નાના હોય કે મોટા જો તે ભૂલ કરે તો માતા-પિતા ખૂબ ઠપકો આપતા હોય છે. હિના ખાનના કેસમાં પણ હાલમાં આવું જોવા મળ્યું. વાત એ છે કે, એક્ટ્રેસને મોંઘીદાટ બેગ ખરીદવાનો ખૂબ શોખ છે, પરંતુ તે તેની જાળવણી કરતી નથી. જેના કારણે તેની મમ્મી ગુસ્સે થઈ હતી.


આ બાબતથી હિના પર ગુસ્સે થઈ મમ્મી




 












View this post on Instagram



















 


@realhinakhan ‘s fun banter with her mom will surely make you laugh! . . . #hinakhan #luxury #bags #actress #mom #love #funtimes #tv


A post shared by ETimes TV (@etimes_tv) on




હિના ખાને આ અંગેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘મમ્મી ઈઝ ઓન ફાયર’. વીડિયોમાં હિનાની મમ્મી કહી રહી છે કે, ‘મોંઘા-મોંઘા બેગ લાવીને રાખી દે છે અને પછી તેની ચિંતા કરતી નથી. એમ નહીં કે વરસાદની સીઝન છે અને ખરાબ થઈ જશે તો થોડીવાર તેને બહાર રાખીએ’. આ સાથે તેની મમ્મી કાશ્મીરી ભાષામાં પણ કંઈક કહે છે.


હિના ખાને શેર કર્યો વીડિયો



તો હિના ખાને હસતા-હસતા કહ્યું, ‘તમે ધ્યાન રાખી રહ્યા છો ને’. તો તેની મમ્મીએ વળતો જવાબ આપતા કહ્યું, ‘હા એ તો હું રાખું જ છું ને. મને છે તારા મોંઘા-મોંઘા બેગની ચિંતા. મને ખબર છે તું કેવી રીતે કામ કરે છે’. આ સાથે હિનાએ એક તસવીર પણ શેર કરી રહી છે. જેમાં તેના બ્રાન્ડેડ બેગ્સ જોવા મળી રહી છે.


હિના ખાને શરૂ કરી દીધું કામ



‘ન્યૂ નોર્લમ’ અડોપ્ટ કરતાં હિના ખાને પોતાના કેટલાક પ્રોજેક્ટ્સ માટે ઘરેથી શૂટિંગ કરવાનું શરૂ કર્યું છે. આ સિવાય તે પોતાની વેબ-સીરિઝ માટે ડબિંગ કરવા માટે સ્યૂડિયો પર પણ જઈ રહી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...