વિડીયો: કર્મચારીએ માસ્ક પહેરવાનું કહેતા મહિલા તેના પર થૂંકી! જુઓ

સોશિયલ મીડિયા પર અમેરિકાના કોલોરાડો (Colorado)નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા ગેસ સ્ટેશનના કર્મચારીની દિશામાં થૂંકી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે આ મહિલાને માસ્ક પહેરવાનું જણાવવામાં આવ્યું તો તે ગુસ્સે ભરાઈ અને ગેસ સ્ટેશનના કર્મચારી પર થૂંકવાનો પ્રયાસ કર્યો.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


આ ઘટનાને સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરતા યૂઝરે લખ્યું કે ગેસ સ્ટેશનના કર્મચારીએ જ્યારે આ મહિલાને મોં પર માસ્ક પહેરવાનું જણાવ્યું ત્યારે તે મહિલા ગુસ્સે ભરાઈ અને તે કર્મચારીની દિશામાં થૂંકી. આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરવામાં આવી છે. આ ઘટનામાં તે મહિલા, ગેસ સ્ટેશનના કર્મચારી સાથે કોઈ મુદ્દે ચર્ચા કરતી પણ જોવા મળી રહી છે.




આ વિડીયોમાં તે મહિલા ગેસ સ્ટેશનના કર્મચારીની દિશામાં થૂંકતા જોવા મળી રહી છે. આ કર્મચારી કાઉન્ટરની બીજી બાજુ ઊભો છે, જ્યારે આ મહિલા તેની સાથે માસ્કના મુદ્દે ચર્ચા કરે છે. કારણકે આ કર્મચારીએ તે મહિલાને માસ્ક પહેરવાનું જણાવ્યું હતું. આ મહિલા એવું કહેતા પણ સાંભળવા મળે છે કે એવો કોઈ કાયદો નથી કે મારે માસ્ક પહેરવું જરૂરી છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...