નોબેલ એવોર્ડ વિજેતા રવીન્દ્રનાથ ટાગોર અને તૈમૂર અલી ખાન વચ્ચે છે ખાસ સંબંધ, જાણો
તૈમૂરનું રવીન્દ્રનાથ ટાગોર સાથે ખાસ કનેક્શન

કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર અલી ખાનનું એશિયાના પ્રથમ નોબેલ એવોર્ડ વિજેતા રવીન્દ્રનાથ ટાગોર સાથે ખાસ કનેક્શન છે. આજે અમે તૈમૂરના ફિલ્મી નહીં પણ વિશ્વવિખ્યાત કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય વિદ્વાન રવીન્દ્રનાથ ટાગોર સાથે કનેક્શન વિશે જણાવવામાં જઈ રહ્યાં છે.
આ છે કનેક્શન

તૈમૂર બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટાગોરનો પૌત્ર છે. કહેવામાં આવે છે કે, શર્મિલા ટાગોરના પેરેન્ટ્સ રવીન્દ્રનાથ ટાગોરના સંબંધી હતા. રિપોર્ટ્સ અનુસાર, શર્મિલાના પિતા ગિતિન્દ્રનાથ ફેમસ ગગનેન્દ્રનાથના પૌત્ર હતા અને તેમના પિતા રવીન્દ્રનાથ ટાગોરના કઝિન હતા. આ રીતે શર્મિલાના પરદાદા રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ થયા. બીજી તરફ શર્મિલા ટાગોરની નાની લતિકા ટાગોર, રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ દ્વિજેન્દ્રનાથની પૌત્રી હતી.
શર્મિલા ટાગોરે કીધી હતી આ વાત

શર્મિલાએ થોડા વર્ષો પહેલા એક ઈવેન્ટમાં પણ કહ્યું હતું કે, ‘ટાગોર વિશે મને વધુ જાણકારી નથી પણ મારી પાસે બહુ સારી સરનેમ છે. આ મારો વારસો છે અને તેણે માટે ઘણા દરવાજા ખોલ્યા છે. આવા પરિવારમાં જન્મ લેવો સૌભાગ્યની વાત છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમનું અવસાન મારા જન્મના ત્રણ વર્ષ પહેલા જ થઈ ગયું એટલે તેમની સાથે મારો ક્યારેય સીધો સંવાદ ન થયો પણ મેં મારી મા પાસેથી ખૂબ સુંદર વાર્તાઓ સાંભળી છે.’
સૈફ પણ કરી ચૂક્યો છે દીકરાની પ્રશંસા

સૈફ પણ પુત્રની ખૂબ પ્રશંસા કરી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે, ‘તૈમૂરમાં જિનેટિક ચાર્મ છે. તેનામાં થોડો રવીન્દ્રનાથ ટાગોર, થોડો રાજ કપૂર, થોડો મન્સૂલ અલી ખાન અને થોડો ભોપાલનો નવાબી અંદાજ દેખાય છે.’
Comments
Post a Comment