હાર્ટમાં કઈ રીતે ઘૂસે છે કોરોના, સ્ટડીમાં ખુલાસો

લેબમાં તૈયાર કરેલા હાર્ટ પર કરાયો સ્ટડી



લોસ એન્જલસ: ભારતીય મૂળના રિસર્ચર્સ સહિત અન્યએ એક સ્ટડી દ્વારા દર્શાવ્યું છે કે કોરોના વાયરસ લેબમાં વિકસિત કરાયેલા હાર્ટની માંસપેશીની કોશિકાઓ (Muscle Cells)ને સંક્રમિત કરી શકે છે. તે એ વાતનો સંકેત આપે છે કે, શક્ય છે કે, આ વાયરસ સીધો કોવિડ-19ના દર્દીઓના હાર્ટને સંક્રમિત કરતો હોય. આ સ્ટડી લેબમાં વિકસિત કરાયેલા હૃદયની માંસપેશીઓની કોશિકાઓ પર કરાયેલા પ્રયોગો પર આધારિત છે, જેને મનુષ્યની સ્ટેમ કોશિકાઓથી તૈયાર કરાયું હતું. અમેરિકાના સિડાર-સિનઈ બોર્ડ ઓફ ગવર્નર્સ રીજનરેટિવ મેડિસિન ઈન્સ્ટિટ્યૂટના અરુણ શર્મા આ સ્ટડીના સહ લેખક છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial


સ્ટડીમાં શું જાણવા મળ્યું?



શર્માએ જણાવ્યું કે, ‘અમે જોયું કે, સ્ટેમ કોશિકાઓથી તૈયાર કરાયેલી આ હૃદય કોશિકાઓ કોરોના વાયરસથી સંક્રમિત થવા પ્રત્યે અતિ સંવેદનશીલ છે, ઉપરાંત એ પણ જોવા મળ્યું કે, વાયરસ હૃદયની માંસપેશીની કોશિકાઓની અંદર જલદીથી વિભાજિત પણ થવા લાગે છે.’ તેમણે કહ્યું કે, ‘તેનાથી પણ મહત્વપૂર્ણ એ હતું કે, કોશિકાઓમાં સંક્રમણના 72 કલાક બાદ સંક્રમિત હૃદયની ધડકવાની ક્ષમતામાં પરિવર્તન જોવા મળ્યું.’


લક્ષણો પર સ્ટડી કરવાનો હજી બાકી


પ્રતિકાત્મક તસવીર

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોવિડ-19ના ઘણા દર્દીઓને હૃદય સંબંધી સમસ્યા આવે છે, પરંતુ આ લક્ષણોના કારણ હજુ તદ્દન સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, પહેલેથી હૃદયની કોઈ સમસ્યા કે સંક્રમણ હોવાના કારણે સોજો અને ઓક્સિજનની અછત, આ બધા કારણોને તેમાં સામેલ કરાયા. વૈજ્ઞાનિકો મુજબ, એ અંગે ઘણા મર્યાદિત પુરાવા ઉપલબ્ધ છે કે કોરોના વાયરસ (SARS-CoV-2) હૃદયની દરેક માંસપેશી કોશિકાઓને સીધે-સીધું સંક્રમિત કરે છે.


પ્રોટીન બનાવતા જીન પર અસર


વર્તમાન સ્ટડી દર્શાવે છે કે, SARS-CoV-2 માનવ સ્ટેમ કોશિકાઓથી તૈયારી કરાયેલી હૃદય કોશિકાઓને સંક્રમિત કરી શકે છે અને આ કોશિકાઓમાં રહેલા જીન પ્રોટીન બનાવવામાં કઈ રીતે મદદ કરે છે તે પ્રક્રિયાને બદલી શકે છે. આ પરિણામોના આધાર પર વૈજ્ઞાનિકોએ એ વાતની પુષ્ટી કરી છે કે વાયરસ સક્રિયતાથી માનવ હૃદય કોશિકાઓને સંક્રમિત કરી શકે છે. આ સ્ટડી ‘સેલ રિપોર્ટસ મેડિસિન’ પત્રિકામાં પ્રકાશિત થઈ છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...