ફેસબુકે બંધ કરી ટિકટોકને ટક્કર આપનારી પોતાની આ એપ

નવી દિલ્હીઃ ફેસબુકની ટિકટોકને ટક્કર આપતી એપ લાસો હવે બંધ થવા જઈ રહી છે. ફેસબુકે ટિકટોક જેવી આ એપ 2018મા લોન્ચ કરી હતી. આ એપના યુઝર્સને ફેસબુકે એક વિડીયો મેસેજ દ્વારા જાણકારી આપી છે કે 10 જૂલાઈ સુધી આ સર્વિસ બંધ થઈ જશે. તે પહેલા યુઝર્સ પોતાનો ડેટા, વિડીયો સેવ કરી શકે છે. ફેસબુકની આ સર્વિસ વિશ્વના ઘણા દેશોમાં ઉપલબ્ધ હતી. તેમાં કોલમ્બિયા, યુએસ, મેક્સિકો, આર્જેન્ટિના, ચિલી, પેરુ, પનામા, કોસ્ટા રીકા, અલ સાલ્વાડોર, ઉરૂગ્વે અને ઈક્વાડોર જેવા દેશ સામેલ છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


ટિકટોકને ટક્કર આપવા માટે હતી આ એપ


ફેસબુકે આ એપ ટિકટોકને ટક્કર આપવા માટે લોન્ચ કરી હતી. ટિકટોકની જેમ આ એપમાં પણ યુઝર 15 સેકન્ડ સુધીના વિડીયો બનાવી શકે છે. હવે કંપનીએ આ એપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ એપ બંધ કરવા પાછળનું કારણ શું છે તે હજી સુધી ખબર પડી નથી.


ભારતમાં પણ લોન્ચ થવાની હતી લાસો (Lasso) એપ


ફેસબુકની આ એપ ભારતમાં પણ લોન્ચ થવાની હતી. આ એપને હાલમાં જ હિંદી ભાષાનો સપોર્ટ મળ્યો હતો અને ત્યારબાદ એવી અટકળો હતી કે ફેસબુકની આ સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. ભારતમાં ફેસબુકના યુઝર્સની સંખ્યા ઘણી મોટી છે.


ઈન્સ્ટાગ્રામ રીલથી ટિકટોકને ટક્કર આપશે ફેસબુક


લાસો એપ બંધ થયા બાદ ફેસબુક હવે ઈન્સ્ટાગ્રામ રીલથી ટિકટોકનો મુકાબલો કરશે. ઈન્સ્ટાગ્રામ રીલ બ્રાઝિલમાં લોન્ચ થઈ ગઈ છે. બ્રાઝિલમાં તેને Cenas નામથી લોન્ચ કરવામાં આવી છે લાસો એપ બંધ થઈ ગયા બાદ ફેસબુક હવે આને મોટા સ્તરે લોન્ચ કરી શકે છે. ફેસબુકે લાસો એપ કેમ બંધ કરી છે તેની જાણકારી હજી સુધી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે આ એપને લીડ કરનારા વ્યક્તિ બ્રાડી વોસે લાસો લોન્ચ થઈ તેના થોડા દિવસ બાદ જ ફેસબુક છોડી દીધું હતું.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...