ભરૂચમાં પાંચ બાળકો સાથે બાઈક પર જોખમી સ્ટંટનો વિડીયો વાઈરલ

ભરૂચ: બાળકોને બાઈક પર બેસાડીને યુવાને પૂરપાટ ઝડપે રોડ પર જોખમી સ્ટંટ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડિયોમાં યુવાને ઉપરા-છાપરીને 5 બાળકોને જોખમી રીતે એક ઉપર એક એ રીતે બેસાડીને સ્ટંટ કર્યો હતો. જોકે, પાછળના વાહનચાલકે આ જોખમી સ્ટંટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ભરૂચ રેલવે સ્ટેશનથી પાંચબત્તી રોડની છે. સ્ટંટ કરનાર બાઈક ચાલકના ગાડીનો નંબર GJ-16-CD-7018 છે. જોકે, વાઈરલ વિડીયો જોયા બાદ લોકો જાહેરમાં બીજાના જીવના જોખમમાં મૂકીને આવા ભયાનક સ્ટંટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...