એવી મસાલેદાર પાંઉભાજી બનાવી કે વાયરલ થઈ ગયો વિડીયો, જુઓ

કોરોના વાયરસના કારણે લોકો હવે સ્ટ્રીટ ફૂડ ભૂલી ગયા છે. પરંતુ, સોશિયલ મીડિયા પર આજકાલ પાંઉભાજીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને કોઈનું પણ મન પાંઉભાજી ખાવા માટે લલચાઈ જશે. એવું પણ શક્ય છે કે આ વિડીયો જોઈને તમને પણ પાંઉભાજી ખાવાની ઈચ્છા થઈ જાય.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


આ વિડીયોને @Madan_Chikna નામના ટ્વિટર યૂઝરે તારીખ 28 જૂનના રોજ શેર કર્યો હતો. આ વિડીયો શેર કરતા યૂઝરે લખ્યું કે એક્સ્ટ્રા બટર સાથેની પાંઉભાજી. પાંઉભાજીના આ વિડીયોને અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધુ વ્યૂઝ અને 4 હજાર કરતા વધારે લાઈક્સ મળ્યા છે.




હવે પાંઉભાજીના આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે, જે પૈકી કેટલાંક લોકો પાંઉભાજીનો આ વિડીયો જોઈને ભૂખ લાગી હોવાનું પણ કહી રહ્યા છે. અહીં નોંધનીય છે કે આ વિડીયોમાં એક વ્યક્તિ પાંઉભાજી બનાવતો જોવા મળી રહ્યો છે. આ પાંઉભાજીમાં પુષ્કળ બટર જોવા મળી રહ્યું છે. આ વિડીયો જોઈને ઘણાં યૂઝર્સને તાત્કાલિક પાંઉભાજી ખાવાનું મન થઈ ગયું છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...