ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

TV પર ડેબ્યૂ કરશે ઈશા દેઓલ?



‘જગત જનની મા વૈષ્ણોદેવી’ ટેલિવિઝનનો પોપ્યુલર શો છે. આ શોમાં મા વૈષ્ણોદેવીનો રોલ કરનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ શો છોડ્યા પછી લીડ એક્ટ્રેસ તરીકે પરિધિ શર્માને લેવામાં આવી છે. પરિધિ શર્મા છેલ્લે સીરિયલ ‘પટિયાલા બેબ્સ’માં જોવા મળી હતી. હવે પરિધિએ આ સીરિયલ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે ત્યારે આ સીરિયલમાં વધુ એક નવી એન્ટ્રી થવાની છે. આ સીરિયલમાં બોલિવુડ એક્ટ્રેસ ઈશા દેઓલ એન્ટ્રી કરશે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


પૌરાણિક સીરિયલમાં જોવા મળશે



મીડિયા અહેવાલ પ્રમાણે, ઈશા દેઓલ ‘જગત જનની મા વૈષ્ણોદેવી’ સીરિયલ દ્વારા ટેલિવિઝન પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે, ઈશા આ સીરિયલમાં રાની સમૃદ્ધિ દેવી એટલે કે વૈષ્ણો દેવીની માતાના રોલમાં જોવા મળશે. આ રોલ પહેલા ‘બાલિકા વધૂ’ ફેમ તોરલ રાસપુત્રા ભજવતી હતી.


તોરલ રાસપુત્રાની જગ્યા લેશે




 












View this post on Instagram



















 


Sukoon…….💓


A post shared by Toral Rasputra (@toral_rasputra) on





જો કે, શોમાં લીપ આવવાનો હતો અને વૈષ્ણોદેવીનો મોટો અવતાર જોવા મળવાનો હતો. ત્યારે તોરલ લગભગ પોતાની જ ઉંમરની એક્ટ્રેસની માનો રોલ કરવા તૈયાર નહોતી. એટલે તેણે લોકડાઉન પહેલા જ સીરિયલ છોડી દીધી હતી. હવે તોરલની જગ્યાએ હેમા માલિનીની દીકરી અને એક્ટ્રેસ ઈશા દેઓલ આ રોલ કરી શકે છે. ઈશા ઘણા સમયથી એક્ટિંગથી દૂર છે.


ઘણા સમયથી એક્ટિંગથી દૂર છે ઈશા



રસપ્રદ વાત તો એ છે કે, ઈશાની મમ્મી એટલે કે હેમા માલિનીએ પણ એક શોમાં વૈષ્ણો દેવી માતાનો રોલ કર્યો હતો. જો કે, હજી ઈશા દેઓલ તરફથી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. એટલે હજી પુષ્ટિ નથી થઈ શકી કે ઈશા ‘જગત જનની મા વૈષ્ણોદેવી’ સીરિયલમાં એન્ટ્રી કરશે. વર્કફ્રંટની વાત કરીએ તો ઈશા 2015માં એક કન્નડ, તમિલ અને હિંદી ફિલ્મમાં જોવા મળી હતી. 2017માં ઈશાની પહેલી અને 2019માં બીજી દીકરીનો જન્મ થયો હતો.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...