‘તું મારી નહીં તો કોઈની નહીં’, સુરતની ડોન ભૂરીની બેવફાઈ પર સંજય ભૂરાનો હંગામો

સુરત અન્ડરવર્લ્ડનું પણ પ્રેમ પ્રકરણ



સુરતઃ
 શહેરના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી અને ગુંડાગીરીથી લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભૂરી આજકાલ ફરી વિવાદોમાં સપડાઈ છે. ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો હતો અને બે દિવસ પહેલા તેણે ખૂબ હંગામો મચાવ્યો હતો.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


લેડી ડોન ભુરીને લઈને પૂર્વ પ્રેમી ભુરાનો હંગામો



વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી કરતી અસ્મિતા એટલે કે ભૂરીએ જૂના પ્રેમી સંજય ભૂરાને તરછોડી દઈ તેનાં જ ગ્રુપના અન્ય એક સાગરીત સાથે દોસ્તી કરી લેતા ભૂરાએ બનાવની રાત્રે વરાછાની વર્ષા સોસાયટીમાં હોબાળો મચાવ્યો હતો. આ હંગામાની રાત્રે ભૂરી રાહુલ એટલે કે ગોધાને ત્યાં રાત્રે રોકાઈ ગયઈ હતી જેથી ગુસ્સે ભરાયેલા ભૂરાએ ભૂરીને તમાચો મારીને તેની નવી મોપેડની તોડફોડ કરી નાંખી હતી.હંગામા પછી ભાગવા માટે પહેલા માળેથી કૂદવા જતાં સંજયનો પગ ભાંગી ગયો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી હોસ્પિટલ ભેગો કર્યો હતો.


ભુરીએ ગેંગના અન્ય યુવક સાથે મિત્રતા કેળવતા વિવાદ



છેલ્લા ઘણા સમયથી ભુરીએ સંજય ઉર્ફે ભુરાનો સાથ થોડી દીધો હતો. તેમજ થોડા સમયથી વરાછાની વર્ષા સોસાયટીમાં પોતાના નવા પ્રેમી રાહુલ સાથે રહેતી હતી. તેમાં બે દિવસ પહેલા મોડી રાત્રે ભુરો ત્યાં પહોંચી ગયો હતો અને ભુરી સાથે બબાલ કરી હતી. તેણે રાહુલની કારમાં તોડફોડ પણ કરી હતી અને તેને માર માર્યો હતો. જોકે, ભુરીને તમાચો મારી અને એક તબક્કે ભુરાએ કહી દીધું હતું કે ‘તું મારી નહીં તો કોઈની નહીં’


મોડી રાત્રે જાહેરમાં હંગામો



હંગામો થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ બનાવ વાળી જગ્યાએ પહોંચી હતી. પહેલાં માળેથી કૂદેલસા ભુરાને હૉસ્પિટલમાં ખસેડી અને સારવાર આપવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ સાથે પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. ઉલ્લેખનનીય છે કે અસ્મિતા ઉર્ફે ભુરીના સુરતમાં ખતરનાક કારનામાઓ છે. વરાછામાં ખુલ્લી તલવાર લઈને બેરોક ટોક ફરતી ભુરીએ અનેક વેપારીઓને ધમકાવીને રૂપિયા પડાવ્યા છે.


દીવમાં પણ ભુરીએ કર્યો હતો હંગામો



થોડા સમય પહેલા પણ ભુરી વિવાદોમાં આવી હતી જ્યારે તે પ્રેમી સાથે દીવ ગઈ હતી જ્યાં દારૂ પીને હંગામો કરતા સંઘપ્રદેશની પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. આમ અવારનવાર ચર્ચામાં રહેતી ભુરી અને વિવાદ એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...