ભયંકર પૂરના ધસમસતા પાણીથી બચવા ટાયર પર ચડી મહિલા, આપ્યો બાળકને જન્મ
બેઈજિંગઃ એવું કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે! આ કહેવત ફરી એકવાર ચીનમાં યથાર્થ સાબિત થઈ છે. ચીનમાં ભયાનક પૂર વચ્ચે એક મહિલા બે મીટર ઉંડા પાણી પર વહેતા ટાયર પર જીવ બચાવવા ચડી હતી. અને આ જ ટાયર પર વહેતા પાણીમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. મા અને બાળક બન્ને સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટના ચીનના દક્ષિણ પશ્ચિમ યુન્નાન પ્રાંતની છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પૂરના કારણે ન પહોંચી એમ્બુલન્સ
ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પૂરના કારણે એમ્બુલન્સ પહોંચી શકી નહોતી. આ કારણે જ લોકોને પાણીથી બચવા માટે ટાયર પર બેસાડી દીધા હતાં. આ દરમિયાન તેને પ્રસવ પીડા પણ ખૂબ જ વધી ગઈ હતી અને પૂરના પાણીમાં વહી રહેલા ટાયર પર જ બાળકને જન્મ આપી દીધો હતો. જે પછી લોકોએ તેને સૂકી જમીન સુધી પહોંચાડી અને એમ્બુલન્સની મદદથી યુન્નાન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
A woman gave #birth to a child on a tire floating in 2-meter-deep #floodwater when being transferred to an ambulance in Southwest China's Yunnan. She was lying on a stretcher strapped to the tire while the doctor was beside her. The baby was named Shuisheng, "born in water." pic.twitter.com/gurIJFdOx4
— Global Times (@globaltimesnews) July 4, 2020
ચીનની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
ટાયર પર જન્મેલા બાળકનું નામ શૂઈશેંગ (જેનો અર્થ ‘પાણીમાં જન્મેલો’ થાય છે) રાખવામાં આવ્યું છે. યુન્નાનના લોકોના કોશિશની પ્રશંસા થઈ રહી છે તો કેટલાક લોકો ચીનની વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. દેવરાજે લખ્યું કે,’ઈન્સાનિયતને ધ્યાનમાં લઈને ભારતીય સેના હંમેશા આવી તકે પહેલા પહોંચી જાય છે. દુઃખદ છે કે આ જ વાત PLA વિશે ન કહી શકાય. નિર્દયી PLAને માત્ર સરહદ પર જ સંઘર્ષ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.’
Comments
Post a Comment