આ ટ્વિસ્ટ સાથે બટાકામાંથી બનાવો ટેસ્ટી કટલેટ, બધાને ભાવશે
કટલેટ એક વર્લ્ડ ફેમસ ડિશ છે, જેને દરેક જગ્યાએ અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. કટલેટ એક એવી રેસિપી છે, જેની સ્મેલ માત્રની મોંમા પાણી આવી જાય. આમ તો તમારા ઘરે પણ બટાકામાંથી કટલેટ બનતી જ હશે. ત્યારે આજે અમે તમને બટાકામાંથી જ કટલેટ બનાવતા શીખવીશું, પરંતુ એક ટ્વિસ્ટ સાથે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સામગ્રી
1 કપ પનીર
2 મીડિયમ સાઈઝના બાફેલા બટાકા
1/2 કપ બાફેલા વટાણા
2 સમારેલા લીલા મરચા
ચપટી ખાંડ
1/2 ચમચી ચાટ મસાલો
સ્વાદાનુંસાર મીઠું
1 ચમચી તેલ
ચપટી જીરું
1/2 કપ બ્રેડ ક્રમ્સ
તળવા માટે તેલ
બનાવવાની રીત
આ કટલેટ બનાવવા માટે સૌથી પહેલા તો બાફેલા બટાકાની છાલ કાઢીને તેને મેશ કરી લો.
બનાવવાની રીત
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરીને તતડવા દો. બાદમાં તેમાં વટાણા, મેશ કરેલા બટાકા, લીલા મરચા, ખાંડ તેમજ મીઠું ઉમેરીને મિક્સ કરી લો
બનાવવાની રીત
આ મિશ્રણને બાઉલમાં લઈ લો અને ઠંડુ થવા દો. બાદમાં તેમાં છીણેલું પનીર ઉમેરીને મિક્સ કરી લો. મિશ્રણમાંથી મીડિયમ સાઈઝના બોલ્સ બનાવીને તેને કટલેટનો શેપ આપી લો.
બનાવવાની રીત
પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે કટલેટને બ્રેડ ક્રમ્સમાં રગદોળીને ગોલ્ડન બ્રાઉન થાય તેવી તળી લો. કટલેટ તળાય જાય એટલે તેને પ્લેટમાં લઈ લો. ઉપરથી ચાટ મસાલો છાંટો.
બનાવવાની રીત
તો તૈયાર છે બટાકાની એક નવા ટ્વિસ્ટ સાથેની કટલેટ. તેને સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન ચટણી તેમજ સોસ સાથે સર્વ કરો.
Comments
Post a Comment