ગુજરાતી યુવકની કમાલ! પાણીપુરીનું ATM મશીન બનાવ્યું, પૈસા નાખતા જ પકોડી બહાર આવશે

ગુજરાતી યુવકે બનાવ્યું પાણીપુરીનું મશીન



કોરોના વાયરસની મહામારીના આ સમયમાં દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન બાદથી જ લોકોના નોકરી-ધંધા ઠપ થઈ ગયા છે. અન્ય બિઝનેસની સાથે ખાણી-પીણી બજારને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના ડરથી લોકો બહારનું ફૂડ ખાવાથી ઓછું કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનના સમયનો સદઉપયોગ કરતા ગુજરાતી યુવકે પાણીપુરીનું એટીએમ મશીન તૈયાર કરી દીધું છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


10 ધોરણ સુધી ભણેલો છે યુવક



બનાસકાંઠાના ડીસા તાલુકાના આવેલા એક ગામ રહેતા ભરત પ્રજાપતિ નામના યુવકે જાતે જ પાણીપુરીનું આ એટીએમ મશીન તૈયાર કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભરત માત્ર 10 ધોરણ સુધી જ ભણેલો છે. તેણે બનાવેલા પકોડીના મશીનની તમામ પ્રોસેસ એટીએમ મશીન જેવી જ છે.


કેવી રીતે કામ કરે છે મશીન




આ પાણીપુરીના એટીએમ મશીનમાં ગ્રાહકે સૌથી પહેલા સ્ટાર્ટ બટન દબાવવાનું હોય છે. આ બાદ તમારે કેટલા રૂપિયાની પકોડી ખાવી છે તે રકમ એન્ટર કરીને તેટલા રૂપિયાની નોટ મશીનમાં નાખવાની હોય છે. મશીનમાં નોટ જતા જ આ રકમમાં ગ્રાહકને કેટલી પકોડી મળશે તેની સંખ્યા પણ સ્ક્રીન પર જોવા મળે છે. આ બાદ મશીનમાંથી એક બાદ એક પકોડ બહાર આવે છે. આ સમગ્ર પ્રોસેસમાં અન્ય વ્યક્તિનો કોઈ પ્રકારનો સ્પર્શ રહેતો નથી.


6 મહિનામાં બનીને તૈયાર થયું મશીન



ખાસ વાત તે છે કે આ પાણીપુરીના મશીનમાં ગ્રાહકને તીખી, મીડિયમ અને કોરી પકોડીનું ઓપ્શન પણ મળે છે. વિડીયમાં ભરત જણાવી રહ્યો છે કે તેને આ મશીન બનાવવા માટે 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. અને તેની સમગ્ર પ્રોસેસ એટીએમ મશીનની જેવી છે. આ પાણીપુરી મશીન દ્વારા ગ્રાહકો કોરોનાના ડરથી મુક્ત થઈને હાઈજેનિક રીતે તૈયાર થતી પકોડી ખાઈ શકે છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...