બુલેટના સાઈલેન્સરમાંથી ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતો હતો, પોલીસે રૂ.68,500નો મેમો ફાડ્યો

યુવકોને બુલેટ મોડિફાઈડ કરાવવું ભારે પડ્યું



સ્પોર્ટ્સ કાર ચલાવવાના શોખીનોની જેમ દેશમાં એક અલગ વર્ગ બુલેટ ચલાવવાના શોખીનોનો પણ છે. તમે ઘણા લોકોને જોયા હશે જેઓ બુલેટને મોડીફાઈડ કરાવવામાં હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. તેમાં પણ ઘણા લોકો બુલેટના સાઈલેન્સર મોડિફાઈડ કરાવીને વધારે ઘોંઘાટ કરતા હોય તેવા સાઈલેન્સર નખાવતા હોય છે. જોકે આવા બે બુલેટ ચાલકોને તેમનો આ શોખ ભારે પડી ગયો.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


પોલીસે મોટો દંડ ફટકાર્યો


પ્રતિકાત્મક તસવીર

રસ્તા પર બુલેટના સાઈલેન્સરથી ફટાકડા જેવો અવાજ કાઢીને લોકોને ડરાવીને તેમનામાં ભયનો માહોલ ફેલાવતા બે બુલેટ ચાલકોને પોલીસે મોટો દંડ ફટકાર્યો હતો. હરિયાણામાં આવેલા કૈથલ જિલ્લામાં બાઈકનું સાઈલેન્સર મોડિફાઈડ કરીને ઘોંઘાટ કરતા બે બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસે 68,500 રૂપિયાનો મેમો ફટકાર્યો છે. જ્યારે અન્ય એક ચાલકનું બુલેટને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ જપ્ત કરી લીધું.


હરિયાણાના કૈથલ જિલ્લાની ઘટના



કૈથલની જિલ્લા પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. અહીં લખાયું છે કે, સાઈલેન્સરથી ફટાકડાનો અવાજ કાઢીને લોકોમાં ભયનો માહોલ પેદા કરી રહેલા બે બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા 68,500 રૂપિયાનો દંડ ફટકારાયો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા એક બુલેટ બાઈકને પોલીસ જપ્ત કરી છે.


અન્ય જગ્યાએ પણ આવું થવું જોઈએ



લોકોએ પોલીસના આ કામની પ્રશંસા કરવાની સાથે-સાથે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેમનું કહેવું છે કે અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ.


કંપનીનું સાઈલેન્સર યુઝ કરું છું સર



આમ જ સુધરશે આ લોકો



આખા દેશમાં આમ થવું જોઈએ


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...