કાફેમાં મળે તેવી કોલ્ડ કોફી હવે ઘરે બનાવો, માત્ર 5 મિનિટમાં બની જશે

કોફી લવર્સમાં કોલ્ડ કોફી ખૂબ ફેવરિટ હોય છે. આ કોફીની સ્મેલ પણ એટલી સરસ હોય છે કે જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય. મોટાભાગના કોફી લવર્સ તો કોફી પીવા માટે કાફેમાં જતા હોય છે. પરંતુ હવે તમારે આમ કરવાની જરૂર નહીં પડે. કારણ કે આજે અમે તમને એકદમ સરળ રીતથી કોલ્ડ કોફી બનાવવાની રીત શીખવી રહ્યા છીએ. જે ફટાફટ બની જાય છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તેને પી શકો છો.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


સામગ્રી
1 ચમચી કોફી પાઉડર
3 ચમચી પાણી
2 1/2 ચમચી ખાંડ
1 1/2 કપ દૂધ
6-7 બરફના ટુકડાં
1/2 ચમચી ક્રશ કરેલી ચોકલેટ


બનાવવાની રીત
એક બાઉલમાં કોફી પાઉડર લો. તેમાં પાણી ઉમેરીને તેને ઓગાળી લો. જેથી જ્યારે કોફી પીએ ત્યારે તેની નાના-નાના બોલ્સ મોંમા ન આવે.


બનાવવાની રીત
એક બ્લેન્ડર જાર લો. તેમાં તૈયાર કરેલું કોફીનું પાણી, ખાંડ, દૂધ અને બરફના ટુકડાં લઈને 10 સેકન્ડ માટે બ્લેન્ડ કરી લો.


બનાવવાની રીત
તો લો તૈયાર છે એકદમ ફટાફટથી બની જતી કોલ્ડ કોફી. આ કોફીને સર્વિંગ ગ્લાસમાં લો અને ઉપરથી છીણેલી ચોકલેટથી ગાર્નિશ કરી મજા માણો. જો તમારી પાસે ક્રીમ હોય તો ઉપરથી તમે તે પણ એડ કરી શકો છો.

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ