5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા
Happy Birthday

આજે ભારતની મહાન બેડમિન્ટન પ્લેયર પી.વી. સિંધુનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મિશ્ર ફળકારક વર્ષ

આ વર્ષના સ્વામી ગુરુ રાહુ અને કેતુની વચ્ચે ફસાયેલા હોવાથી મિશ્ર ફળકારક વર્ષ હોઈ શકે છે. જુલાઈના બાકીના દિવસોમાં મહત્વાકાંક્ષી પ્રકૃતિવાળા લોકોની મનોરથ સિદ્ધિ થશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
પ્રવાસનો યોગ

સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં સ્પર્ધામાં જીત મળશે. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. ડિસેમ્બર અને જાન્યુઆરી 2021માં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ પ્રવાસના યોગ છે. એપ્રિલ અને મે 2021માં મનની સમસ્યાનું સમાધાન પ્રકૃતિ કરી દેશે.
ગુરુવારે કરો આ ઉપાય

જૂન મહિનામાં ખુશીઓ તમારા આંગણે આવીને ઊભી રહેશે. વાદ-વિવાદથી બચવું. ગૃહશાંતિ માટે દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. કોઈનાથી દૂર જવાની સ્થિતિ આવશે, જેનાથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉકેલ મળશે. કોઈ જૂના પરિચિત મહિલા તરફથી ધનલાભ થઈ શકે છે.
Comments
Post a Comment