₹40,000થી વધુનું લાઈટ બિલ જોઈને ઉડ્યા આ ટીવી એક્ટર્સના હોશ

વીજળીના બિલે રડાવ્યા



મુંબઈમાં રહેતા વિવિધ લોકોએ અસામાન્ય રીતે વધુ આવેલા લાઈટ બિલની ફરિયાદ કરી છે. લોકડાઉન દરમિયાન લોકોનું જે લાઈટ બિલ આવ્યું છે તે અકલ્પનીય છે. માત્ર સામાન્ય નાગરિકો જ નહીં સેલિબ્રિટીઝને પણ લાઈટ બિલ જોઈને તમ્મર ચડી ગયા છે. અગાઉ તાપસી પન્નુ, રેણુકા સહાણે જેવા બોલિવુડ એક્ટર્સે ભારેભરખમ લાઈટ બિલની ફરિયાદ કરી હતી. ત્યારે હવે ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોને ઈલેક્ટ્રિસિટી બિલે ઝટકો આપ્યો છે. અર્જુન બિજલાની અને દલજિત કૌરે આ વિશે ફરિયાદ કરી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


40,000 રૂપિયા બિલ જોઈને ચોંકી દલજિત




40,000 રૂપિયા લાઈટ બિલ જોઈને ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ની એક્ટ્રેસ દલજિત કૌર ચોંકી ગઈ. દલજિતે ટ્વિટ કરીને ઈલેક્ટ્રિસિટી બોર્ડના સત્તાધીશોને સવાલ કર્યા છે. દલજિતે લખ્યું, “40,000 રૂપિયાનું લાઈટ બિલ જોઈને મને આશ્ચર્ય થયું. ટાટા પાવર, ઈલેક્ટ્રિસિટી બિલ જોઈને આઘાત પામેલા ગ્રાહકોની યાદીમાં હવે હું પણ સામેલ છું. આ બિલ સમજવામાં મને મદદ કરો.”


અર્જુન બિજલાનીનું આટલું બિલ આવ્યું




દલિજત કૌરે રોષ ઠાલવતા સત્તાધીશોને સવાલ કર્યા ત્યારે એક્ટર અર્જુન બિજલાનીએ રમૂજી અંદાજમાં ફરિયાદ કરી. અર્જુને ટ્વિટ કરીને લખ્યું, “મારી અટક બિજલાની છે. એટલે મારા મિત્રો મને બિજલી કહીને બોલાવે છે. મારું લાઈટ બિલ આવ્યું છે 48,970 રૂપિયા. થેન્ક્યૂ અદાણી ઈલેક્ટ્રિસિટી. મને લાગે છે ભરવું તો પડશે.”


તાપસીએ સૌથી પહેલા કરતી હતી ફરિયાદ



જણાવી દઈએ કે, તાપસી પન્નુ, નિમ્રત કૌર, સોહા અલી ખાન અને નેહા ધૂપિયાના પણ લાઈટ બિલ વધારે આવ્યા છે. એક્ટ્રેસ તાપસી પન્નુએ સૌથી પહેલા વધારે આવેલા લાઈટ બિલની ફરિયાદ કરી હતી.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...