ગુજરાતના આ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 4 થી 6 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ આગાહી ગુજરાતના મોટાભાગના વિસ્તાર માટે કરવામાં આવી છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો


હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 4, 5 અને 6 જુલાઇના રોજ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.


અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી કંટાળી ગયા છે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારથી આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે.

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ