3 જુલાઈ જન્મદિવસ રાશિફળ: નોકરિયાત વર્ગ માટે સફળતા અપાવનારું વર્ષ
Happy Birthday

આજે જાણીતી કોમેડિયન ભારતી સિંહનો જન્મદિવસ છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટર હરભજન સિંહનો પણ જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટી ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
શું કહે છે સિતારા?

આ વર્ષના સ્વામી શુક્ર, સૂર્ય અને બુધ છે. સાતમા ભાવમાં ધન રાશિના દેવગુરુ બૃહસ્પતિ જુલાઈ મહિનામાં વિશેષ પરિશ્રમનું ફળ આપશે. બૌદ્ધિક પ્રયાસોમાં પણ મનોવાંચ્છિત સફળતા મળશે. ઓગસ્ટમાં ઘણા જાતકોને આજીવિકા પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગ માટે વર્ષ સારું રહેશે.
આકસ્મિક ધનલાભ થશે

સપ્ટેમ્બરમાં કેટલાક જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં દૂર કે નજીકની યાત્રાના યોગ છે. ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી મંગળ ગ્રહ તમારા કર્મક્ષેત્રે હાવિ રહેશે. ફેબ્રુઆરી 2021માં નવા વેપાર માટે ગ્રહ યોગ શ્રેષ્ઠ છે.
મહિલાઓ માટે ખુશી લાવશે વર્ષ

1 માર્ચથી એપ્રિલના અંત સુધીમાં ભાગ્યોદય મહેનત અને બુદ્ધિબળથી થશે. વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક વર્ષ રહેશે. મહિલાઓ માટે મે મહિનો ખુશીઓ લઈને આવશે. તમારી દૂરદર્શિતાના વખાણ થશે. નોકરીમાં સારી તક મળી શકે છે.
Comments
Post a Comment