30 જૂન જન્મદિવસ રાશિફળઃ આ દિવસે કરો પીળી વસ્તુનું દાન, થશે ઘણા લાભ
હેપ્પી બર્થ ડે

આજે ટીવી એક્ટ્રેસ અવિકા ગોરનો જન્મદિવસ છે. નાનપણમાં સીરિયલ બાલિકા વધુમાં આનંદીનો રોલ પ્લે કરી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. તેની સાથે આજે અન્ય જે લોકો પણ જન્મદિવસ છે તેમને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
જુલાઈમાં સારી નોકરીનો યોગ

મંગળ ચંદ્રમા અને રાહુ વર્ષનો સ્વામી છે. જુલાઈમાં સારી નોકરીનો યોગ છે. જો તમે કોઈ જૂના વિવાદને ઉકેલવામાં વ્યસ્ત છો તો ઓગસ્ટમાં તેનાથી છુટકાળો મળી જશે. કેટલાક જાતક જેમના માટે જન્મ કાલીન ગ્રહ પેચીદા છે અને વર્તમાનમાં શનિ, રાહુ, કેતુની દશાઓથી ગ્રસ્ત છે, તેમના માટે આગામી સપ્ટેમ્બર સુધી વિશેષ પરિશ્રમ ઉપરાંત સંતોષજનક આર્થિક સફળતા મળશે.
આગામી વર્ષ કેવું રહેશે?

વેપારીઓને પ્રતિસ્પર્ધા અને આર્થિક તેજી-મંદીનો પ્રકોપ ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધી ઉઠાવવો પડી શકે છે. કેટલાક લોકોને ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી પોતાના વાહન મશીનરીનો લાભ મળશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પુનઃ વેપારમાં શૈથિલ્ય રહેશે. એપ્રિલ-મે 2021માં વેપાર તેજ થઈને લાભ મળશે.
ગુરુવારે કરો પીળી વસ્તુનું દાન

જૂનમાં મહિલાઓની મહત્વકાંક્ષા પૂરી થશે. 01 જૂનથી 23 જૂન સુધી વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી જ સારી સફળતા મળશે. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું. સામાજિક સન્માન મળવાથી વર્ષ દરમિયાન તમારું મનોબળ વધશે.
Comments
Post a Comment