છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

મુંબઈમાં ઠેર ઠેર ભરાયા પાણી


(તમામ તસવીર સાભાર મહારાષ્ટ્રટાઈમ્સ.કોમ)

મુંબઈઃ છેલ્લા 24 કલાકમાં સતત ભારે વરસાદ થતા મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાંતાક્રુઝ, હિંદમાતા અને ચેમ્બુર અને કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાયા. હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. તો બીએમસી દ્વારા પાણીના નિકાલ માટે પંપ લગાવવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે માયાનગરી પાણી-પાણી થઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં ટ્રાફિક થંભી ગયો છે. છે. નદી- નાળાઓ બધા ભરાઈ ગયા છે. વિલે પાર્લેમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાયગઢ, ઠાણે, નાસિક અને પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કર્યુ. માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સૌથી ખરાબ સ્થિતિ નાલાસોપારા વિસ્તારની છે, શેરીઓમાં ઘૂંટણ સુધી પાણીથી ભરાય છે.


નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી



મુંબઈના ચેમ્બુરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો. વહેલી સવારથી ચેમ્બુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેથી કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો.


મલાડમાં જળબંબાકારની સ્થિતિ


NBT


મુંબઈના મલાડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જેથી કેટલાક વાહન ચાલકોના વાહન પાણીમાં બંધ થઈ ગયા. તો નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કેટલાક લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસી જતા હાલાકીમાં વધારો થયો હતો.


હાઈટાઈડની ચેતવણી



દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે પણ મેઘરાજાએ મહેર વરસાદી છે. અને બપોરે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં ગતરાતથી વરસાદ વરસ્યો છે. અને સિવાન, કિંગ સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.


હવામાન વિભાગે ચેતવણી આગામી 24 કલાક વધુ વરસાદ



ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ હજુ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપતા કહ્યું હતું કે શહેરમાં જૂની ઇમારતોને આ વરસાદથી જોખમ થઈ શકે છે. લોકોને બહુ જરુરી ન હોય ત્યાં સુધી ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે અને કહ્યું છે કે આગામી એક-બે દિવસ વરસાદથી ટ્રાફિકને પણ અસર થઈ શકે છે.


મુંબઈનો વરસાદ


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...