રશિયાના બંધારણમાં થશે સુધારા, પુતિન 2036 સુધી રહેશે રાષ્ટ્ર પ્રમુખ

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિનને 2036 સુધી પદ પર રહેવાની જોગવાઈવાળા બંધારણ સંશોધન પર દેશના 78 ટકા મતદાતાઓએ મહોર મારી દીધી છે. રશિયાના ચૂંટણી અધિકારીઓએ ગુરૂવારે મતગણતરી પૂરી થયા બાદ આ જાણકારી આપી છે. બે દાયકાથી રશિયા પર શાસન કરી રહેલા 67 વર્ષીય પુતિનનો કાર્યકાળ 2024મા સમાપ્ત થવાનો હતો.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


83 વર્ષની વય સુધી રાષ્ટ્ર પ્રમુખ રહેશે


બંધારણ સંશોધન દ્વારા પુતિન 83 વર્ષના થશે ત્યાં સુધી રશિયાના રાષ્ટ્ર પ્રમુખ બની રહેશે. આ સંશોધનથી આગામી બે કાર્યકાળ માટે તેમને સત્તા મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રશિયામાં રાષ્ટ્ર પ્રમુખનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. જ્યારે ક્રેમલિનના ટીકાકારોનું કહેવું છે કે અપેક્ષિત પરિણામ મેળવવા માટે મતદાનમાં ગોટાળો કરવામાં આવ્યો છે.


ક્રેમલિન જે ઈચ્છશે તે મળશે


રશિયાના કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે સપ્તાહ સુધી ચાલેલી મતદાન પ્રક્રિયાનો બુધવારે અંત આવ્યો હતો અને ગુરૂવારે સવાર સુધીમાં મતગણતરી પૂરી કરી દેવામાં આવી હતી. પંચે કહ્યું છે કે 77.9 ટકા મત બંધારણ સંશોધનના પક્ષમાં પડ્યા અને 21.3 ટકા મત સંશોધનના વિરોધમાં પડ્યા છે. ચૂંટણીના આંકડાથી દસ વર્ષમાં પુતિનને મળેલા સૌથી વધારે જનસમર્થનનો ખ્યાલ આવે છે. ક્રેમલિનમાં ભાષણ લખવાથી લઈને રાજકિય વિશ્લેષકની સફર ખેડનારા અબ્બાસ ગલ્યામોવે કહ્યું હતું કે, ક્રેમલિન જે પરિણામ ઈચ્છે છે, તેને પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકશે નહીં.


રશિયામાં થઈ રહ્યો છે વિરોધ


2018મા ચૂંટણીમાં 76.7 ટકા મતદાતાઓએ પુતિનની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું જ્યારે 2012ની ચૂંટણીમાં ફ્કત 63.6 ટકા મતદાતાઓ રાષ્ટ્ર પ્રમુખના પદે પુતિનને જોવા ઈચ્છતા હતા. ક્રેમલિનના ટીકાકારોનું કહેવું છે કે દેશમાં જીવન સ્તર ઘટી રહ્યું છે જેના કારણે દેશમાં મોટા પાયે નિરાશાનું વાતાવરણ છે અને તેવામાં પુતિનના પક્ષમાં આવેલા મતદાનના આંકડા વાસ્તવિક નથી.


આપવામાં આવ્યા હતા ઘણા ઈનામ


લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓએ ભારે મહેનત કરી હતી. તેના માટે ભેટના રૂપમાં ફ્લેટ અને કાર આપવાની યોજના લાવવામાં આવી હતી. જાણીતી હસ્તીઓના માધ્યમથી મતદાનની અપીલ કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલો અને સ્કૂલોના કર્મચારીઓ પર મતદાન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...