મૃત હાલતમાં મળી આવી ટિકટોક સ્ટાર યુવતી, 1 લાખ ફોલોઅર્સ હતા

ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં શિવાની નામની ટિકટોક સ્ટાર યુવતીનું શબ બોક્સ બેડમાંથી મળી આવતા હડકંપ મચી ગયો છે. મૃતક યુવતી હરિયાણાના સોનીપતમાં સલૂન ચલાવતી હતી અને જ્યારે તેનું શબ મળી આવ્યું ત્યારે તેના ગળા પર નિશાન જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ ટિકટોક સ્ટાર યુવતીની કથિતરીતે હત્યા થઈ છે. શિવાની નામની આ યુવતી ટિકટોક પર ખૂબ જ ફેમસ હતી અને તેના લગભગ 1 લાખ જેટલા ફોલોઅર્સ હતા.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


શિવાની નામની આ યુવતી ટિકટોક પર ખૂબ જ ફેમસ હતી અને બ્યૂટી સલૂન ચલાવતી હતી. પોલીસે આ કેસમાં સોમવારના રોજ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરિફ મોહમ્મદ નામના યુવકની હત્યા, પુરાવા સાથે છેડછાડ અને એસસી-એસટી એક્ટની ધારાઓ હેઠળ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવશે.


પોલીસે જણાવ્યું કે શિવાનીની હત્યા શુક્રવારે સાંજે થઈ હતી. આરોપીએ દુપટ્ટાથી શિવાનીનું ગળું દબાવીને હત્યા કરી અને તેનું શબ બેડ બોક્સમાં ભરી દીધુ. મૃતક શિવાનીના પરિવારના સભ્યોએ જણાવ્યું કે આરિફ નામનો યુવક ઘણાં દિવસોથી શિવાનીને પરેશાન કરી રહ્યો હતો.
ફરી ક્યારથી શરુ થશે ‘તારક મહેતા..’ સીરિયલનું શૂટિંગ?

Comments

Popular posts from this blog

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

અનલોક-2 માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર, ગુજરાત સરકાર અભ્યાસ કરીને નિર્ણય લેશે

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ