1 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે
Happy Birthday

આજે બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનો જન્મદિવસ છે. રિયા ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?

આ વર્ષના સ્વામી ગુરુ રાહુ-કેતુની વચ્ચે ફસાયેલા છે માટે મિશ્ર ફળકારક વર્ષ રહેશે. જુલાઈમાં મહત્વાકાંક્ષી પ્રકૃતિ ધરાવતા લોકોને મનોરથ સિદ્ધિ થશે. ઓગસ્ટમાં નવી શોધ અને રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહો. સમાજમાં માન-સન્માન વધશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્પર્ધામાં વિજેતા થશો. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી.
પ્રવાસનો યોગ છે

નવેમ્બર અને ડિસેમ્બરમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં પર્યટનનો યોગ છે. માર્ચથી એપ્રિલ દરમિયાન મનની સમસ્યાઓનું સમાધાન પ્રકૃતિ કરી દેશે. વર્ષનો ઉત્તરાર્ધ ખુશીઓથી ભરપૂર રહેશે.
ગુરુવારે કરો આ ઉપાય

મે અને જૂન મહિનામાં વાદ-વિવાદનો અંત આવશે. જૂનથી-જુલાઈમાં ગૃહ શાંતિ માટે દરેક ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. શત્રુના ષડયંત્ર અને વિવાદથી બચશો. સફળતા તમારી આગળ આવીને ઊભી રહેશે.
Comments
Post a Comment