મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!
બોલિવૂડ એક્ટર અને મૉડલ મિલિંદ સોમણ અને તેની વાઈફ અંકિતા કુંવર પોતાની ફિટનેસ માટે જાણીતા છે. બીજી તરફ, એક્ટરની 81 વર્ષની માતા ઉષા સોમણ પણ ફિટનેસ મામલે કોઈનાથી પાછળ નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર તેમનાં વર્કઆઉટના વિડીયો સામે આવતા રહે છે. હવે મિલિન્દે પોતાની માતાના બર્થ-ડે પર એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં તે પુશ અપ્સ લગાવતાં દેખાઈ રહ્યાં છે અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મિલિન્દે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો
View this post on Instagram
3rd July 2020. 81 amazing years celebrated with birthday in lockdown. Party with 15pushups and a jaggery vanilla almond cake baked by @ankita_earthy
happy birthday Aai
keep smiling !! . . . #livetoinspire #keepmoving #neverstop #FitnessAddict #love #health #happybirthday
મિલિન્દ સોમણે રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આની સાથે તેણે લખ્યું, ‘3 જુલાઈ 2020. મમ્મીનો 81મો જન્મદિવસ લૉકડાઉનમાં ઉજવ્યો. અમે 15 પુશ અપ્સ અને અંકિતાએ બનાવેલી વેનિલા બદામ કેક સાથે પાર્ટી કરી. હેપ્પી બર્થ-ડે આઈ. હસતી રહે.’
પહેલા પણ સામે આવ્યા છે ઉષા સોમણના વિડીયો
View this post on Instagram
28 and 81 ! Be fit at every age
#mygirls @ankita_earthy @somanusha . . . #betterhabits4betterlife #Live2Inspire #fitnessaddict #keepmoving #neverstop #nevergiveup . . . Who run the world ???!!!!!!
આ પહેલીવાર નથી જ્યારે મિલિન્દનાં મા ઉષા સોમણનો આવો વિડીયો સામે આવ્યો છે. આના પહેલા પણ 80+ની ઉંમરમાં તેમના દંગ કરી દેનારા વિડીયો મિલિન્દ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી ચૂક્યો છે. આના પહેલા એક વિડીયોમાં ઉષાજી પોતાની પુત્રવધૂ અંકિતા કુંવર સાથે બિલ્ડિંગની છત પર લંગડી રમતાં દેખાયાં હતાં. આ સિવાય તે દીકરા સાથે દોરડા કુદ પણ કરે છે.
ફોટોશૂટ માટે ખૂબ ફેમસ થયો હતો મિલિન્દ
View this post on Instagram
Skipping with @somanusha ! Not a new activity for her but new for me
when you are at home 24×7, each one, teach one another ! You are old only when you think you are.. #LockdownMantra . . . #keepmoving #NeverStop #nevergiveup #love
મિલિન્દ સોમણ એક સુપર મૉડલ રહી ચૂક્યો છે અને ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જણાવી દઈએ કે, તે એક ફોટોશૂટને કારણે ખૂબ ફેમસ થયો હતો. 54 વર્ષીય મિલિન્દે 2018માં 28 વર્ષીય અંકિતા સાથે લગ્ન કર્યા હતા.
happy birthday Aai 

#mygirls @ankita_earthy @somanusha . . . #betterhabits4betterlife #Live2Inspire #fitnessaddict #keepmoving #neverstop #nevergiveup . . . Who run the world ???!!!!!! 
Comments
Post a Comment