દ્વારકા : ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 12 ઈંચ વરસાદ

દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું



ગુજરાતના દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું છે. જામખંભાળિયામાં અતિભારે વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સમગ્ર દ્વારકા જિલ્લામાં ગત ચોવીસ કલાકમાં કુલ 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જામખંભાળિયામાં અતિભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ખંભાળિયામાં સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 11 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે કુલ 8 કલાકમાં ખંભાળિયા તાલુકમાં 17 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ પોરબંદરના રાણાવાવમાં 6 ઈંચ અને પોરબંદરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો


દિવસ દરમિયાન 17 ઇંચ વરસાદ ખાબક્યો



સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદે આજે રમઝટ બોલાવી હતી. ગીર-સોમનાથ, ઉના, જુનાગઢ, દીવ, મોરબી, દ્વારકા, રાજકોટમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત માધુપુર, સોમનાથ, દિવ જેવા દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં પણ ઊંચા મોજા ઉછળતાં જોવા મળ્યા હતાં. દિવમાં વિદેશી બજારમાં પાણી ભરાયા હતાં તો દરિયાના મોજાની થપાટથી મકાન પણ ધરાશાયી થયું હતું. તમામ તસવીરો અને વિડીયો અમારા વાચક રિંકલ વ્યાસે ખંભાળિયાથી મોકલી છે.


સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ



સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ, જુનાગઢ, મોરબી, દ્વારકા, રાજકોટમાં વરસાદ થયો હતો તો રાજકોટમાં તો એક બોલેરો પણ તણાઈ ગઈ હતી. જેમાં બે વ્યક્તિ બચાવી લેવાયા હતાં જ્યારે એકની હજુ શોધખોળ ચાલું છે. હવામાન વિભાગે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ લો પ્રેશરની અસરથી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.


33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ



છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...