કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા કેસ હોઈ શકે છે: WHO
જીનીવાઃ એક તરફ વિશ્વમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે તેવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) આંકડાને લઈને મહત્વની જાણકારી આપી છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે અત્યાર સુધી ઈન્ફેક્શનના જેટલા કેસ અંગે ખબર પડી છે હકીકતમાં કોરોનાના કેસની સંખ્યા તેનાથી 10 ગણી વધારે હોઈ શકે છે. નોંધનીય છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં 11 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 61 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ફક્ત ટેસ્ટ થયા બાદ પોઝિટિવ આવતા કેસની છે જાણકારી
ડબલ્યુએચઓની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું કહેવું છે કે કોઈ પણ સમુદાયમાં કેટલા લોકોને ચેપ લાગ્યો છે તે ખબર નથી. આ ત્યારે ખબર પડે છે જ્યારે લોકો વધારે બીમાર થાય છે અને તેઓ ટેસ્ટ કરાવે છે. ટેસ્ટમાં જે લોકો પોઝિટિવ આવે છે તેની આપણને જાણ થાય છે. સામાન્ય રીતે ઈન્ફેક્શનનો શિકાર થયેલા લોકોનો આંકડો એવા લોકોની તુલનામાં 10 ગણો વધારે છે જેઓ સારવાર બાદ કેસ તરીકે ગણે છે. સ્વામિનાથને કહ્યું છે કે ઈન્ફેક્શનનો મૃત્યુદર ઓછો છે અને સરેરાશ 0.6 ટકા છે.
સૌથી ખરાબ હાલત અમેરિકામાં
વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધી લગભગ 5,24,828 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે ખરાબ હાલત અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 28 લાખથી વધારે છે. જ્યારે 1,31,503 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામં કોરોનાા કેસ અને મૃત્યુના આંકડા ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ 12 લાખ જેટલા લોકો સાજા પણ થઈ ગયા છે.
સૌથી ખરાબ સમય આવવાનો બાકી?
અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ એડહનોમ ગિબ્રેયેસોસે કહ્યું હતું કે જો વિશ્વની સરકારો યોગ્ય નીતિઓનું પાલન નહીં કરે તો આ વાયરસ વધારે લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. તેમણે થોડા સમય અગાઉ વિશ્વભરના રાજનેતાઓને રાજકારણ નહીં કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતામાં ઉણપ, વૈશ્વિક એકજૂટતામાં ઉણપ અને વહેંચાયેલી દુનિયા કોરોના વાયરસની ઝડપને વધારી રહી છે. જો તેને રોકવામાં નહીં આવે તો વધારે ખરાબ સમય આવી શકે છે.
રસીની રેસમાં ઓક્સફોર્ડ સૌથી આગળ
વિશ્વના ઘણા દેશ અને ઘણી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કોરોના વાયરસની રસીની શોધ કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આ બધામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે રસી પર કામ કરી રહી છે તે સૌથી આગળ છે. આ રસી હાલમાં ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. આ સ્ટેજ પર પહોંચનારી તે વિશ્વની પ્રથમ રસી છે. હાલમાં 10,260 લોકોને આ રસી આપવામાં આવી છે. આ રસીની ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં થઈ રહી છે.
Comments
Post a Comment